ક્રાઇમ બ્રાંચની ટીમે આજે વહેલી સવારે ઘોડાસર વિસ્તારમાં આવકાર હોલ પાછળ જયદીપ એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને નક્સલવાદી યુવકની ધરપકડ કરી હતી. છેલ્લા આઠ વર્ષથી ગુજરાતમાં રહેતા આ યુવકે પાંચ વર્ષ પહેલાં ગુજરાતી યુવતી સાથે લગ્ન કર્યા હતાં. એનજીઓમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતા આ યુવક પાસેથી પોલીસે નક્સલવાદી પ્રવૃત્તિને લગતું સાહિત્ય જપ્ત કર્યું છે. આ યુવકે પોતે નક્સલવાદી હોવાની વાત માનવા તૈયાર ન હતો. ક્રાઇમ બ્રાન્ચે સુરતની કામરેજ પોલીસને આ બાબતની જાણ કરીને તેને ત્યાં સોંપી દીધો છે.
સુરત પોલીસે સીટી ક્રાઇમ બ્રાંચને શ્રીનિવાસન ઊર્ફે કિશોર ઊર્ફે સાગર સવૈયા વેકટેંશ કુટ્ટપુટ્ટી નામક નક્સલવાદી આરોપી અમદાવાદમાં હોઇ શકે છે તેવી માહિતી મોકલી હતી. ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર સતિષ શર્મા, એસીપી મયૂર ચાવડાએ તપાસ સોંપી હતી. પીએસઆઇ જે. ડી. પુરોહિત, જે. એમ. યાદવને બાતમી મળી હતી કે ઘોડાસરમાં આવો એક વ્યક્તિ રહે છે. તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે. પોલીસે જયદીપ એપાર્ટમેન્ટમાં નં. ૧૦માં દરોડો પાડી શ્રીનિવાસનને ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાંચે સુરત પોલીસને જાણ કરતા સુરત પોલીસ આજે બપોરે શ્રીનિવાસને લઇ સુરત રવાના થઇ હતી.
નક્સલબારીની અહિંસક ચળવળ ક્યારે હિંસાત્કમ બની તેનો તંત્રને ખ્યાલ ન જ આવ્યો..!
પશ્ચિમ બંગાળના અંતરિયાળ જિલ્લામાં વિકાસનો જબરદસ્ત અભાવ હતો. વીજળીથી માંડીને પાયાની સુવિધાથી લોકો વંચિત હતા. જમીનદારી પ્રથાએ ખેડૂતોને ભીંસમાં લઈ લીધા હતા. આવામાં નક્સલબારી ગામમાંથી પોતાના અધિકારો મેળવવની ચળવળ શરૂ થઈ હતી. આ ચળવળને અન્યાય અને શોષણનો ભોગ બનેલા લોકોનો સાથ મળી રહેતા તે ક્યારે હિંસાત્મક બની ગઈ તેનો ખ્યાલ જ તંત્રને ન આવ્યો..!
પશ્ચિમ બંગાળના અંતરિયાળ જિલ્લામાં વિકાસનો જબરદસ્ત અભાવ હતો. વીજળીથી માંડીને પાયાની સુવિધાથી લોકો વંચિત હતા. જમીનદારી પ્રથાએ ખેડૂતોને ભીંસમાં લઈ લીધા હતા. આવામાં નક્સલબારી ગામમાંથી પોતાના અધિકારો મેળવવની ચળવળ શરૂ થઈ હતી. આ ચળવળને અન્યાય અને શોષણનો ભોગ બનેલા લોકોનો સાથ મળી રહેતા તે ક્યારે હિંસાત્મક બની ગઈ તેનો ખ્યાલ જ તંત્રને ન આવ્યો..!
- ગુજરાતમાંથી ઝડપાયેલા નક્સલીઓની ભૂમિકા
નિરંજન મહાપાત્ર : સુરતમાં ચાર વર્ષથી માઓવાદની વિચારઘારા ફેલાવી રહ્યો છે. તેને સુરતમાં અસંખ્યવાર મિટિંગો કરી છે.
કે. એન. સિંગ : નિરંજન સાથે નિયમિત સંપર્કમાં રહી રાજ્યમાં નક્સલવાદનો ફેલાવો.
રામુ પુવાર : સીપીઆઈ એમએલ જનશક્તિ સંગઠનનો ટોચનો નેતા. સુરતમાં માઓવાદ ફેલાવવામાં મહત્વની ભુમિકા. તેની પાસેથી મળેલા દસ્તાવેજોમાં તેમના ખતરનાક ઇરાદાઓનો પર્દાફાશ
અવિનાશ કુલકર્ણી : ડાંગ તાપી તથા સુરત જિલ્લામાં માઓવાદ ફેલાવવામાં મહત્ની ભુમિકા. ડાંગમાં ૨૦ વર્ષથી પ્રવૃત્ત.
મકા ચૌધરી : સોનગઢ, માંડવી, વ્યારામાં વિચારધારા ફેલાવવામાં મહત્વની ભુમિકા
ભરત પવાર : અવિનાશના ઇશારે માઓવાદ ફેલાવવાનું કામ. અવિનાશના ઇશારે કેરળમાં જઈને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લીધી
સુલત પવાર : અવિનાશના ઇશારે માઓવાદ ફેલાવવાનું કામ. અવિનાશના ઇશારે કેરળમાં જઈને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લીધી
જેરામ ગોસ્વામી : અવિનાશના ઇશારે સોનગઢને માઓવાદગ્રસ્ત બનાવવામાં સૌથી મોટી ભુમિકા
સત્યમરાવ : સુરતમાં માઓવાદનો પાયો નાખનાર, સુરતમાં ૨૫ વર્ષથી રહેતો હતો. નિરંજન મહાપાત્રની ધરપકડ બાદ ફરાર
વિશ્વનાથ ઐયર : સુરતમાં માઓવાદ ફેલાવમાં સત્યમરાવ જેટલી જ મહત્વની ભુમિકા
સૂર્ય દેવરા : સુરતમાં માઓવાદ ફેલાવવા માટેના મિશનનો ઇન્ચાર્જ, તેની પાસે સુરતમાં માઓવાદ ફેલાવવાની પ્લાનિંગ. તેની પાસેથી સુરત પ્રક્ષેપ અને સુરત સમીક્ષા નામનું પુસ્તક મળી આવ્યું હતું. તેમાં તેના ખતરનાક ઇરાદાઓનો પર્દાફાશ થયો હતો.
- શ્રીનિવાસને પુત્રનું નામ વિપ્લવ પાડયું છે
સરકારની નીતિઓ સામે બાંયો ચડાવવા માટે આઝાદી પહેલા ૧૮૫૭નો વિપ્લવ તમામ લોકોને યાદ હશે હાલમાં આઝાદ ભારતમાં નકસલીઓએ પોતાને સરકાર અન્યાય કરી રહી છે. તેવું માનીને હિંસક સંગઠન ઊભું કર્યું છે અને સરકાર સામે બાંયો ચડાવી છે. જેનો સભ્ય શ્રીનિવાસન આઠ વર્ષથી શહેરમાં રહેતો હતો. તેણે પોતાની પ્રવૃત્તિને આધીન તેના પુત્રનું નામ વિપ્લવ પાડીને આડકતરો ઇશારો પોતાની પ્રવૃત્તિ અંગે આપી દીધો છે.

No comments:
Post a Comment