આ સમયે હવાની ઝડપ ૪૫થી ૫૫ કિમીની હશે તથા દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતભિારે વરસાદ સાથે રાજ્યમાં પણ વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે. નોંધનીય છે કે ઉનાળાની શરૂઆતથી ગરમીમાં સેકાઇ રહેલી રાજ્યની પ્રજા ચક્રવાતથી થનારા વરસાદને કારણે ઠંડક મળે તવી શક્યતાઓ પણ પ્રબળ બનવા પામી છે.
કાંઠાના વિસ્તારોમાં ૩ જૂનની આસપાસ ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની આગાહીઃ કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન
ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ અજીત ત્યાગીએ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ કેરળમાં પ્રવેશી ચૂક્યુ છે અને અમને આશા છે કે એક દિવસના સમયગાળામાં ચોમાસુ કર્ણાટકના કાંઠા વિસ્તારને આવરી લેશે. તેમણે જણાવ્યું હતું કે અરબ મહાસાગરમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ રહી હોવાથી પશ્ચિમી કાંઠાના વિસ્તારો તથા આંતરીક ભાગોમાં ચોમાસુ આગળ વધવાની ગતિ ધીમી પડી શકે છે. ત્યાગીએ જણાવ્યું હતું કે અરબ મહાસાગરમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થઇને ચોમાસાની ગતિને અસર પહોંચાડી શકે છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે વર્તમાન સમીક્ષા પ્રમાણે સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાત અને કરાંચીના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકી શકે છે.
માછીમારોને બે દિવસ દરિયામાં ન જવા સૂચના
હવામાનખાતાએ ચક્રવાતની આગાહી સાથે રાજ્યનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ આ અંગે માહિતી આપતા તંત્ર સાબદંુ કરી દેવાયું છે. હવામાનખાતાએ એવી પણ આગાહી કરી છે કે જ્યારે ચક્રવાત ગુજરાતનાં દરિયાકાંઠે ત્રાટકશે ત્યારે દરિયો તોફાની બનશે. જેને કારણે માછીમારોને ૨ તથા ૩જૂનથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં ન જવા પણ સૂચના આપી દેવાઇ છે.
શહેરમાં ૪૨.૩ ડિગ્રી ગરમી : બોટાદમાં ઝાપટું
રાજ્યમાં સોમવારે સૌથી વધુ તાપમાન અમદાવાદનું ૪૨.૩ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અન્ય મોટાં શહેરોનું તાપમાન પણ યથાવત્ રહ્યું હતું. આજે વડોદરાનું મહત્તમ તાપમાન ૪૦.૧, રાજકોટ- ૪૨.૩, સુરત-૩૫.૪, ગાંધીનગર ૪૨.૦, વલસાડ-૩૫.૪, ભાવનગર-૪૧.૮ તથા ઇડરનું મહત્તમ તાપમાન ૪૨.૬ ડિગ્રી નોંધાયું હતું. બોટાદ ખાતે રાત્રે ૯ વાગે વરસાદના હળવા ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી.
- કાંઠા વિસ્તારના તમામ જિલ્લાઓને સાબદા કરી દેવાયા
- ૨-૩ જૂન સુધીમાં ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા, ફંટાય તો કરાચી તરફ જશે
- ૪૫-૫૫ કિમીની ઝડપે પવન, ભારેથી અતિભારે વરસાદની આગાહી
- હવામાન ખાતાની સરકારને સાવચેતીનાં પગલાં લેવા સૂચના
- તમામ કોસ્ટલ જિલ્લાઓના કલેક્ટરોને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સતર્ક કરવા આદેશ
- મંગળવારથી દરિયો ન ખેડવાની માછીમારોને સૂચના જારી કરાઇ

No comments:
Post a Comment