Thursday, June 3, 2010

૧૦૦ કિ.મી. ની ઝડપે આવતું ફૅટ વાવાઝોડું ૫ જુને આવવાની શક્યતા

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું 'ફેટ' કચ્છથી હજુ એક હજાર કિ.મી. દૂર છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું હવે પાંચમી જૂને જામનગર અને કચ્છ જિલ્લાને અસર કરે તેવી શકયતા છે.ફૅટ ચક્રવાત ગુજરાતના દરિયાકિનારા પર પહોંચે તે પહેલા આજે પ્રિ-સાયક્લોન એક્ટિવિટી જોવા મળી હતી. જના     પગલે આજે સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવનો સાથે વરસાદી ઝાપટાં પડયા હતાં. મોસમ વિભાગે આગામી બે દિવસમાં ચક્રવાત વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી આપી છે જેના પગલે તંત્ર વધુ સાબદું થઇ ગયું છે.

આજે ગુજરાત તરફ ફંટાશેઃ ૪ જૂનથી ગુજરાતમાં ભારે વરસાદ અને પાંચ જૂને કલાકના ૨૨૫ કિ.મી સુધીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

ગુજરાતમાં આજે પ્રિ-સાયક્લોન એક્ટિવિટીથી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દ.ગુજરાત એમ તમામ વિસ્તારોમાં પવનો ફૂંકાયા હતાં. કેટલાય સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પણ પડયો હતો. ગુજરાતમાં તોળાતા ચક્રવાતના ખતરા વિશે મોસમ વિભાગના ડાયરેક્ટર કમલજીત રેને પૂછાતાં તેમણે કહ્યું હતું કે, ચક્રવાતે વધુ તીવ્રતા ધારણ કરી છે. હાલમાં તે રીકર્વ થઇ રહ્યો હોવાથી (વળાંક લઇ રહ્યો હોવાથી) તેની આગળ વધવાની ઝડપ ઓછી થઇ છે. આગામી બે દિવસમાં તે ગુજરાતના દરિયાકિનારે પહોંચી શકે છે. આ ચક્રવાતનો ઘેરાવો ૭૦૦થી ૮૦૦ કિમી છે.

ચક્રવાત ‘ફેટ’ રાજ્યના ચોમાસા માટે વિલન સાબિત થશે

ચક્રવાત ‘ફેટ’ને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મંગળવારે વરસાદ પડવા ઉપરાંત તેજ ગતિએ પવન ફૂંકાતાં ગરમીનો પારો ગગડવા લાગ્યો છે, જેને કારણે તીવ્ર ગરમીમાં શેકાઈ રહેલી પ્રજા ગેલમાં આવી ગઈ છે.

જો કે ચોમાસાના આગમન પહેલાં સર્જાયેલો ચક્રવાત ‘ફેટ’ કર્ણાટક સુધી પહોંચી ગયેલા ચોમાસાના પવનને આગળ ન વધવા દેતાં રાજ્યમાં ચોમાસાના આગન પર સંકટ ઊભું થયું છે. એટલું જ નહીં વિનાશક ચક્રવાત ‘ફેટ’ને કારણે ચોમાસું આગામી ૨થી ૩ દિવસ સુધી આગળ નહીં વધે તેવી સંભાવના પણ હવામાનખાતાએ વ્યક્ત કરી છે.

No comments:

Post a Comment