Tuesday, June 8, 2010

આસારામ નિવેદન ફેરવવા દબાણ કરે છે :ઓઘડ

આસારામ બાપુ દ્વારા તાંત્રિક ઓઘડને ગુજરાતી અખબારોના તંત્રીઓને મારવાની સોપારી અપાયા બાદ તે મુદ્દે હવે ઓઘડને આસારામ આશ્રમ દ્વારા એક એફિડેવિટ પર સહી કરાવવા માટે દબાણ કરાઇ રહ્યું છે. આજે જસ્ટીસ ડી.કે.ત્રિવેદી પંચ સમક્ષ હાજર થતાં ઓઘડે આ વાત કહી હતી. રાજસ્થાન પોલીસના જાપ્તા હેઠળ અમદાવાદ લવાયેલા ઓઘડની સાથે સાથે શિવનારાયણ નામની એક વ્યક્તિ આવી હતી જેની પાસેથી એફિડવિટ મળી હતી. પંચે શિવનારાયણની પૂછરપછની શક્યતા દર્શાવતા તેને પણ અમદાવાદમાં રોકાઇ જવા કહ્યું હતું.

મેં આસારામ સામે કોઇ કાવતરું નથી કર્યું ઃ એફિડેવિટ સહી કરાવવા શિવનારાયણ નામની વ્યક્તિએ જયપુરથી ઓઘડનો પીછો કર્યો.

દિપેશ-અભિષેક મૃત્યુના પ્રકરણ મુદ્દે નિમાયેલા જસ્ટીસ ડી.કે.ત્રિવેદી પંચ સમક્ષ આજે તાંત્રિક ઓઘડ ઉર્ફે સુખરામ ફરીથી રજૂ થયા હતા. ઓઘડે જણાવ્યું હતું કે, આશ્રમ દ્વારા જયપુરથી મને એક એફિડેવિટ પર સહી કરાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ એફિડેવિટમાં એવું લખવામાં આવ્યું છે કે આસારામ દ્વારા મને કેટલાક લોકોને મારી નાખવા માટેની સોપારી આપવામાં આવી તે ઘટના માત્ર એક કાવતરું હતું. આસારામ દ્વારા અપાયેલી સોપારીનું સ્ટીંગ ઓપરેશન મેં કર્યુ હતું માટે મને આ પ્રકારની એફિડેવિટો પર સહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જયપુરની જેલમાં પણ એક માણસ આ માટે આવ્યો હતો. આ એફિડેવિટ આશ્રમના જ કોઇ માણસ દ્વારા તૈયાર થઇ હોવાની શક્યતા છે.

ઓઘડે જણાવ્યું હતું કે, અમે ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે જયપુરની એક સ્થાનિક ટીવી ચેનલના બે પત્રકારોએ મારી વિરુદ્ધના તમામ કેસો પાછા ખેંચી લેવડાવવાની લાલચ આપી એક એફિડેવિટમાં સહી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અગાઉ આપેલું નિવેદન મેં બીજાના કહેવાથી અને પૈસાની લાલચમાં તેમજ આસારામ આશ્રમને બદનામ કરવાના હેતુથી કર્યું હોવાનો ઉલ્લેખ હતો, પરંતુ મેં આ એફિડેવિટ પર સહીઓ કરી નથી.

જેલમાં પણ આસારામ હુમલો કરાવી શકે છે : ઓઘડ

અમદાવાદઃ શરૃઆતમાં સુખરામ ઓઘડ સોગંદનામાની ઘટના સ્વયં પંચની કાર્યવાહીનો ભાગ બને તે રીતે ચર્ચવા પણ તૈયાર નહોતો. તેણે એવો ભય વ્યક્ત કર્યો હતો કે, જયપુરની જેલમાં તેની બેરેકમાં જે કેદીઓ છે તેમાંના ઘણા આસારામના અનુયાયીઓ છે. જો તેઓ ઓઘડના સમાચારો જેલના ટીવી પર જુએ તો અંદર બેરેકમાં પણ પોતાની પર હુમલો થઈ શકે તેવો ભય વ્યક્ત કર્યો હતો.

No comments:

Post a Comment