રાજકારણમાં શતરંજના દાવપેચ ખેલી વિરોધીઓને 'ચેક એન્ડ મેટ' કરનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શતરંજના સરતાજ વિશ્વનાથન આનંદ સાથે ચેસ રમી સ્વર્ણિમ ચેસ મહોત્સવ-૨૦૧૦નો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે વર્લ્ડ ચેસ ચેમ્પીયન વિશ્વનાથન આનંદે ગુજરાતમાં ચેસની રમતનું ભવિષ્ય ઉજળું હોવાનું જણાવ્યું હતું જ્યારે સો રંજને દૂર કરતા શતરંજની રમતને દરેક પરીવારે સ્વિકારવી જોઇએ અને ખાસ કરીને રાજનેતાઓએ શતરંજની રમત શીખવી જોઇએ તેવી સલાહ નરેન્દ્ર મોદીએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ અંતર્ગત ડિસેમ્બર માસમાં વીસ હજાર ખેલાડીઓ એક જ મંચ પર ચેસ રમી નવો ઇતિહાસ સર્જાશે.
ડિસેમ્બરમાં એક સાથે ૨૦ હજાર ખેલાડી એક જ મંચ ઉપર ચેસ રમીને વિશ્વ ઈતિહાસ રચશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ અંતર્ગત આવનારા ડિસેમ્બર માસમાં વીસ હજાર ખેલાડીઓ એક જ મંચ પર ચેસ રમી મેકસીકોના ૧૩ હજાર ખેલાડીનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ સર્જશે. તેમજ આવનારા દિવસોમાં મનોવૈજ્ઞાાનિક દર્દીઓ તથા મનોચિકિત્સકનો શતરંજનો વર્કશોપ યોજી તેનાથી મનોવૈજ્ઞાાનિક દર્દીઓને મદદરૃપ થવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.

No comments:
Post a Comment