Friday, June 18, 2010

મુકેશ અને અનીલ અંબાની એક સાથે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 36મી એજીએમને સંબોધતા જ કહ્યું કે પાવર, પેટ્રોલિયમ અને અન્ય ક્ષેત્રોમાં રોકાણની જાહેરાત કરતાં તેમણે એ પણ કહ્યું કે નાના ભાઇ અનિલની સાથે કાયદાકીય વિવાદ પૂરો થઇ ચૂક્યો છે.

મુકેશે કહ્યું હતું કે "બંને કંપનીઓ વચ્ચે વિવાદ ભૂતકાળ બની ગયો છે અને અમે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સાથે સૌહાર્દપૂર્ણ તથા  રચનાત્મક સંબંધો માટે આશા રાખીએ છીએ.  અનિલ અંબાણી ગ્રુપનું વીજળી એકમ જ્યારે કુદરતી ગેસના પુરવાને પ્રાપ્ત કરવા તૈયાર થશે આરઆઈએલ સરકારની મંજૂરીથી તેનો પુરવો પૂરો પાડશે."

મુકેશ અંબાણીના જણાવ્યા મુજબ આરઆઈએલ એ 2009-10 ના નાણાકીય વર્ષ માટે 70 ટકા ડિવિડન્ડ અથવા સાત રૂપિયે પ્રતે શેરની રજૂઆત કરી છે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે કેજી-ડી6 બ્લોકથી આરઆઈએલનું ઉત્પાદન 6 કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિદિન અને 30 હજાર બેરલ પ્રતિદિનના આંકડાને પાર કરી ચૂક્યુ છે. આરઆઈએલ એ દેશના પૂર્વ સમુદ્ર કિનારે ઓઈલના ઉત્ખનન અભિયાનને ઝડપી બનાવ્યું છે.

આરઆઇએલની બેઠકમાં અનિલ અંબાણી અને નીતા અંબાણી આજે હાજર રહેશે તેવી બજારમાં ગઇકાલથી ચર્ચાએ જોર પકડયું હતું. પરંતુ આજે મીટિંગમાં તેઓ હાજર ન રહેતા ફરી એકવખત  નવી અટકળો બજારમાં શરૂ થઇ જશે. બંને ભાઇઓ વચ્ચેનો જૂનો કરાર રદ થયા બાદ એકસાથે મળીને વેપાર કરશે તેવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી.

રિલાયન્સના શેર પર એક નજર

કંપનીએ આજે નવી વિસ્તરણની ઘણી બધી યોજનાઓની જાહેરાત કરી પરંતુ તેની શેરબજાર પર કંઇ ખાસ અસર પડી નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર એજીએમ ચાલતી હતી ત્યારે રૂ.6ના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો હતો. પરંતુ ત્યારબાદ બપોરે 12.45 વાગ્યે કંપનીનો શેર 0.48 ટકાના ઘટાડા સાથે રૂ.1066.15 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

No comments:

Post a Comment