Friday, June 11, 2010

અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર , હાઈજેક થવાની શક્યતા.


એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીઆઇએસએફના જવાનો ખડે પગે તહેનાત છે. તે ઉપરાંત દરેક મુસાફરની પૂરેપૂરી ચેકિંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તમામ સિકયોરિટી ચેકિંગ સઘન બનાવી દેવાઇ છે. પ્લેનમાં ચઢતા મુસાફરોને અને શંકાસ્પદ તમામ વ્યક્તિઓની પૂછપરછ અને તપાસ કરાઇ રહી છે.

જો કે આ હાઇએલર્ટના પગલે સિકયોરિટી ચેકિંગમાં વધુ સમય જતો હોવાથી ફ્લાઇટોના સમયમાં ફેરફાર કરાયા છે. અલબત્ત, એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન્સ બંનેએ પોતાની રીતે સુમેળ સાધીને કોઇ પણ અઘટીત ઘટના ન બને તે માટે કમર કસી લીધી છે.

  • પ્લેન હાઇજેક થવાની ભીતિના પગલે અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ!
  • કસાબને છોડાવવા લશ્કર-એ-તોઇબાની હાઇજેકની ધમકી મુંબઇ
  • અમદાવાદ ઉપરાંત દેશના તમામ મોટા એરપોર્ટની સુરક્ષા વધારાઇ 

પ્લેનમાં બેસતાં દરેક મુસાફરની ઘનિષ્ટ તપાસ
હાઇ એલર્ટના લીધે હવાઇ મુસાફરી કરનારા તમામ મુસાફરોની ચેકિંગ બે વાર થઇ રહી છે. એટલું જ નહીં તેમના લગેજને પણ બે વાર ચેક કરીને જ પસાર થવા દેવાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે,હાલ દરેક પેસેન્જરને પ્લેનમાં બેસતા પહેલા ચેક કરવામાં આવે છે. તેવી જ રીતે તેના સામાનની પણ તપાસ થાય છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને મુસાફરોની હાલ ઘનિષ્ટ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઇ કાંડના એક માત્ર જીવિત અપરાધી અજમલ કસાબને કોર્ટે ફરમાવેલી ફાંસીની સજા યોગ્ય નથી અને તેથી તેને છોડાવવા માટે પ્લેન હાઇજેકિંગનું કાવતરું લશ્કરે તોઇબા દ્વારા ઘડાઇ રહ્યું હોવાની ધમકી ગુપ્તચર સંસ્થાને મળતા દેશના તમામ એરપોર્ટને ‘હાઇ એલર્ટ’નો આદેશ અપાયો છે. મુંબઇ એરપોર્ટની સુરક્ષા ખૂબ જ સઘન કરી દેવાઇ છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પણ એલર્ટ થઇ ગયું છે.

No comments:

Post a Comment