Thursday, June 24, 2010

૧૫ વર્ષ બાદ એશિયા કપ ભારત ના નામે .

ભારતીય ટીમે એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને ૮૧ રને હરાવીને ૧૫ વર્ષે એશિયન ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમના ૨૬૮ રનના જવાબમાં શ્રીલંકા ૪૪.૩ ઓવરમાં ૧૮૭ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઓપનર દિનેશ ર્કાિતકે અડધી સદી ફટકારતા ૬૬ તથા રોહિત શર્માએ ૪૧ રન બનાવ્યા હતા. ભારતની જીતમાં બોલરોનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ભારત તરફથી આશિષ નેહરાએ ચાર, ઝહિર ખાન અને રવીન્દ્ર જાડેજાએ બે-બે તથા પ્રવીણ કુમારે એક વિકેટ ઝડપી હતી. એશિયા કપમાં ભારતના ફાસ્ટ બોલરોની ત્રિપુટી પ્રવીણ કુમાર, આશિષ નેહરા, અને ઝહિર ખાન ઉપરાંત હરભજન સિંહ, વિરેન્દ્ર સેહવાગ અને રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન પણ પ્રભાવી રહ્યું હતું. એશિયા કપમાં ભારત તરફથી ઓપનર ગૌતમ ગંભીરે સર્વાધિક ૨૦૩ રન બનાવ્યા હતા.

આ વખતે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓલ-રાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું. તમામ ખેલાડીઓ ટીમ સ્પિરિટ સાથે રમ્યા હતા. બેટ્સમેનોએ સ્પર્ધાત્મક સ્કોર બનાવ્યો હતો જ્યારે બોલરોએ પણ વેધક બોલિંગ નાંખી હતી.

જો કે ફાઇનલમાં ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ એશિયા કપમાં એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ધોનીએ ફાઇનલમાં શ્રીલંકા સામે મહત્વના 38 રન બનાવવા ઉપરાંત વિકેટ પાછળ પણ કમાલ કરી હતી.

ધોનીએ ચાર કેચ અને એક સ્ટમ્પિંગ સાથે કુલ પાંચ શિકાર કરીને એશિયા કપમાં એક ઈનિંગ્સમાં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં ધોની આ શ્રેણીમાં કુલ 11 શિકાર કરીને ટોચ પર છે. આ શ્રેણીમાં ધોનીએ 10 કેચ અને 1 સ્ટમ્પિંગ કર્યું હતું.

No comments:

Post a Comment