Monday, June 21, 2010

સેહવાગ એશિયા કપ માંથી બહાર.

એશિયા કપમાં શનિવારે પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી મેચમાં સ્નાયુઓ ખેંચવાથી ઈજાગ્રસ્ત ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. સેહવાગના સ્થાને વિકેટકિપર બેટ્સમેન કાર્તિકને સ્થાન આપવામાં આવ્યું છે. ઈજાથી સ્વસ્થ થવા માટે સેહવાગ 10 દિવસ સુધી આરામ કરશે.

ગત શનિવારે પાકિસ્તાન વિરૂદ્ધ ઈજાગ્રસ્ત હોવા છતાં સેહવાગ રમતો રહ્યો અને સુરેશ રૈનાએ તેના રનરનું કામ સંભાળ્યુ હતું. અન્ય કોઈ ઓપનર ટીમમાં સામેલ ન હોવાથી વિરાટ કોહલી કે રોહિત શર્મા ગૌતમ ગંભીર સાથે ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરશે તેવી શક્યતા છે. ટીમ મેનેજર રંજીબ વિસ્વાલે જણાવ્યું હતું કે ફાસ્ટ બોલર આશીષ નેહરા હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે 24 જૂને ભારત-શ્રીલંકા વિરૂદ્ધ એશિયા કપની ફાઈનલ રમાશે.

No comments:

Post a Comment