Thursday, July 1, 2010

કુલપતિ પરિમલ ત્રિવેદી પર અબીવીપી ના કાર્યકરો નો ઘરમાં ઘૂસીને હુમલો.

ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસના કાળા પન્ને લખાય તેવા કિસ્સામાં કુલપતિને ઘરમાં ઘૂસીને વિદ્યાર્થીઓએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. કુલપતિ પરિમલ ત્રિવેદી આજે સાંજે કુલપતિ નિવાસ ઉપર મહેમાન સાથે બેઠા હતા ત્યારે વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.)ના દસ વિદ્યાર્થીઓ ઘરમાં ઘૂસી ગયા હતા. રજૂઆતોના મામલે કુલપતિના પગ પકડી લેતા પોલીસ બોલાવાઈ હતી. આથી વિદ્યાર્થીઓએ કુલપતિ ઉપર હુમલો કરી ફેંટો અને ગડદાપાટુનો માર માર્યો હતો અને નખ પણ વગાડયા હતા. ઝપાઝપીમાં કુલપતિનું શર્ટ પણ ફાડી નાંખવામાં આવ્યું હતું. પોલીસે એ.બી.વી.પી.ના રાષ્ટ્રીય કારોબારી સભ્ય સહીત દસ વિદ્યાર્થીઓની લાઠીચાર્જ કરી ધરપકડ કરી છે.

કોઈ કારણ કે રજૂઆત વગર ગેરકાયદે ઘરમાં ઘૂસી હુમલો કર્યાની ફરિયાદઃ ૧૦ની ધરપકડ, લાઠીચાર્જ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલભાઈ હસમુખભાઈ ત્રિવેદી (ઉ.વ. ૪૮) આજે સાંજે મહેમાન સાથે કુલપતિ નિવાસમાં વાતચિત કરી રહ્યા હતા. ૬-૪૫ વાગ્યાના અરસામાં એ.બી.વી.પી.ના રાષ્ટ્રીય સભ્ય કુણાલ કમલભાઈ શાહ, દીલજીત રૃકકડ, કુણાલ પટેલ, રવિ દેસાઈ, વિપુલ પટેલ, સિધ્ધાર્થ રાઠોડ, રાહુલ ગાયકવાડ, ઈશાન પુરોહીત, આદિત્ય પટેલ અને ચિરાગ સેટ્ટે સહીત ૧૦ વિદ્યાર્થીઓ દરવાજામાં તોડફોડ કરી કુલપતિના ઘરમાં ઘૂસી ગયા હતા.

કુલપતિ શું કહે છે?

કુલપતિએ જણાવ્યું હતું કે, ‘બુધવારે સાંજે નિવાસસ્થાને એબીવીપીના કાર્યકરો આવી પહોંચ્યા હતા અને મારા બાળકો-પત્ની પર લાકડી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત મને મૂઢ માર મારીને શર્ટ ફાડી નાખ્યો હતો.’

No comments:

Post a Comment