થાડોઅક સમયથી ભારત પર આતંગવાદી હુમલાનું જોખમ રહેલું જોવામળે છે.જેથી અમદાવાદ માં રથયાત્રા દરમિયાન અશાંતિ ફેલવવા આતંકવાદી તત્વો સ્થાનિક શખ્સોનો ઉપયોગ કરી શકે છે તેવા ગુપ્તચર શાખાના અહેવાલને પગલે શહેર પોલીસ સફાળી જાગી છે. જે અંતર્ગત કોમી તોફાનોમાં ભૂતકાળમાં પકડાયેલા શખ્સો,પ્રોફેશનલ છુરાબાજ,હિસ્ટ્રિશિટરો તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા શખ્સોની તપાસ માટે પોલીસે શહેરભરમાં ખાસ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ૯૪ પ્રોફેશનલ છુરાબાજ સહિત કુલ ૬૩૬ તત્વોને ચેક કરાયા હતા.
કેટલાક ભાંગફોડિયાં તત્વો દ્વારા રથયાત્રા દરમિયાન વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં ચાલુ વર્ષની રથયાત્રા દરમિયાન આતંકવાદી હુમલાની દહેશત હોવાની આશંકા ગુપ્તચર શાખાએ વ્યક્ત કરી હતી. તેમાં પણ રથયાત્રામાં અશાંતિ ફેલાવવા માટે સ્થાનિક શખ્સોનો ઉપયોગ કરવામાં આવવાનો હોવાની આશંકા ગુપ્તચર શાખાએ વ્યક્ત કરી હતી.
જેની ગંભીરતાથી નોંધ લઇ રથયાત્રા દરમિયાન તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા ૬ જુલાઇને મંગળવારે બપોરે ૩.૦૦ થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ભૂતકાળમાં કોમી તોફાનોમાં સંખ્યાબંધ વખત પકડાયેલા ૧૮૭ શખ્સોને ચેક કરાયા હતા.
આ ઉપરાંત કોમી તોફાનોમાં એક વખત પકડાયેલા, ખૂન-ખૂનની કોશિશ જેવા ગુનાઓમાં પકડાયેલા તેમજ એક કરતા વધારે વખત પકડાયેલા કુલ ૧૩૯ શખ્સોને ચેક કરાયા હતા.
આ સાથે ૨૯૬ હિસ્ટ્રિશિટરો તેમજ ૯૪ પ્રોફેશનલ છુરાબાજ ઉપરાંત જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા ૧૫ આરોપી અને ૯ એમસીઆર કાર્ડધારક (વાહનચોરી, ઘરફોડ,ધાડ,લૂંટ સહિતના મિલકત સંબંધી ગુનાઓમાં એક વખત પકડાયા હોય તેવા) ચેક કરવામાં આવ્યા હતા.

No comments:
Post a Comment