૨૦૧૦ ફિફા ફૂટબોલ વર્લ્ડકપની રવિવારે મોડીરાત્રે ફાઇનલ મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાયો હતો. પ્રથમવાર ફાઇનલમાં પહોંચનાર સ્પેનને હોટ ફેવરિટ ગણાવી તેનો ભાવ ૧.૦૭ પૈસા ખોલ્યો છે. બીજી તરફ ઓક્ટોપસ બાબાની સતત સાચી પડી રહેલી આગાહીને જોતાં ઓક્ટોપસ અને પોપટની આગાહીઓ પર પણ રમાઇ રહેલા સટ્ટામાં બુકીઓએ ઓક્ટોપસ પર પસંદગી ઉતારી તેનો ભાવ ૫૭ પૈસા રાખ્યો છે.
બે વર્ષી ઓક્ટોપસ પૌલે અગાઉથીજ ફૂટબોલની ફાઇનલમાં સ્પેન જીતશે તેવી આગાહી કરતાં બુકીઓએ પણ સ્પેન તરફ પસંદગી ઉતારી સ્પેનનો ભાવ મેચ શરૂ થતાં પહેલાં ૧.૦૭ પૈસા ખોલ્યો છે, જ્યારે નેધરલેન્ડનો ભાવ ૩.૧૦ પૈસા છે. સ્પેન અને નેધરલેન્ડની ફાઇનલ મેચ ડ્રો થવાનો ભાવ ૨.૫૦ પૈસા ભાવ ખોલ્યો છે.
મેચ ઘણીજમતા લોકો માં ઘણા બધા ઉતાર - ચડાવ જોવા મળ્યાતા અને લોકોમાં ભારે ઉત્સુકતા પણ જોવા મળી હતી.જેથી સ્પીન વધારે ફેવરીટ હોવાથી મોટા ભાગના લોકો એ એની તરફ વધારે ધ્યાન આપ્યું હતું ને પસંદ કર્યું હતું.છેલ્લી ઘડીએ દિલધડક ગોલ મારતાની સાથે સ્પીન ૨૦૧૦ ફિફા ફૂટબોલ વર્લ્ડકપ જીતી ગયું.
બીજી તરફ ફૂટબોલ મેચમાં જીત પર આગાહી કરી રહેલા ઓક્ટોપસ અને ફિફા...પોપટ પૈકી બુકીઓએ ઓક્ટોપસ પર પસંદગી ઉતારી ઓક્ટોપસનો ભાવ ૫૭ પૈસા જ્યારે ખાવાનો ભાવ ૫૯ પૈસા ખોલ્યો છે, આજ રીતે પોપટનો ભાવ ૧ રૂપિયો અને ખાવાનો ભાવ ૧.૧૦ પૈસા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

No comments:
Post a Comment