પશ્ચિમ અમદાવાદના મેમનગર ગુરુકુળ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી યોજાતી રથયાત્રા આ વરસે પણ દબદબાપૂર્વક નીકળી હતી. પશ્ચિમ વિસ્તારના શહેરીજનોએ ભક્તિભાવપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન આશરે ચારથી પાંચ હજાર કિલો મગ, જાંબુ, કાકડી અને વિવિધ ફળોનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
યાત્રાના આયોજકો દ્વારા સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પરૂપે ૧૦ હજાર ફળાઉ અને ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું. સ્વામીનારાયણ ગુરુકુળના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ભક્તિપ્રસાદદાસજી સ્વામી તથા વિશ્વ હિંદુ પરિષદ અને માનવમંદિરના ૫૦થી વધુ સંતો-મહંતોએ અષાઢી બીજે બપોરે ભગવાનની આરતી ઉતારી હતી જ્યારે ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પહિન્દ વિધિ કરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુરુકુળના શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી, માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વર્ણિમ ગુજરાત, હરિયાળું ગુજરાત બને તેવા ઉમદા હેતુથી આ વર્ષે ‘છોડમાં રણછોડ’ એ સૂત્રને સાર્થક કરવાના સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. વ્યસનમુક્તિનાં બેનર્સ દ્વારા નગરજનોને સ્વાસ્થ્ય સંબંધી સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. શહેરની પરંપરાગત યાત્રાનાં દર્શને જઈ ન શકતા આબાલવૃદ્ધોએ આ યાત્રાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
જયારે આપણે જાણીએ છીએ તેમ શહેરમાં તો લોકો ના ટોળે-ટોળાઓ થઇ જાય છે અને આ વખત ની રથયાત્રા માં ખાસ વસ્તુ આપણ ને એ જોવા મળી કે શાહપુર,દરિયાપુર જેવી જગ્યાઓ એ મુસ્લિમ પરિવારો એ દર્શન અને પ્રશાદ લેવા માટે પડ-પડી કરી હતી જેથી તેઓ રથ ને આવકાર્ય અને એમના દર્શન કાર્ય. આ પ્રકાર ની ક્રિયા સાથે ભગવાન આપના પર ખુબજ પ્રેમભાવ દર્શાવા માંગે છે જેથી આપડે લોકો એ હળી-મળીને રેહવું જોઈએ અને એક-બીજાને મદદરૂપ થવું જોઈએ.જેથી આવખતે શહેર નું વાતાવરણ જ કંઈક અલગ આપણ ને જોવા મળે છે.

No comments:
Post a Comment