વરસાદ ની ભર્યું વાતાવરણ હોવા છતા વરસાદ પડતો ન હોવાથી લોકો ખુબજ ત્રાહિમામ થઇ ગયેલા જોવામળે છે.ખાલી અમદાવાદમાં જ વરસાદ નથી બાકી બધે સારો વરસાદ પડી ગયો છે.
અમદાવાદમાં અડધો જુલાઇ મહિનો વીતી ગયો હોવા છતાં હજુ વરસાદ ક્યાંય દેખાતો નથી. છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી વાતાવરણ લોકોને અકળાવી રહ્યું છે. વરસાદ હમણા તૂટી પડશે તેવી ઉત્સુકતા લાવ્યા બાદ વાતાવરણમાં તરત જ ઉઘાડ નીકળી જાય છે. બીજી બાજુ વરસાદ આવતાં પહેલા વાતાવરણમાં પ્રવર્તી રહેલા ભેજના કારણે લોકોને મૂંઝારો થઇ રહ્યો છે.
બે દિવસથી વાદળો છવાય છે પણ વરસાદ નથી આવતો :બપોરે કેટલાક વિસ્તારમાં માત્ર ઝાપટું
જુલાઇ માસ અડધો વીતી ગયો છતાં શહેરમાં હજુ સુધી માત્ર ૬.૬૮ ઇંચ જ વરસાદ પડયો છે. છેલ્લા બ દિવસથી શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે પણ વરસાદ દેખાતો નથી. આજ બપોરે શહેરમાં ઝાપટું તૂટી પડયું હતું જેમાં માત્ર ૧.૬૫ મીમી વરસાદ પડયો હતો. આ વરસાદ ઇંચનો દસમો ભાગ પણ નહોતો. છેલ્લા બે દિવસમાં શહેરમાં એક પણ ઝોનમાં પા ઇંચ પણ વરસાદ પડયો નથી. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ ્અને સૂરજદાદા સંતાકૂકડી રમી રહ્યા છે. શહેરમાં માત્ર તુટક ઝાપટાં લોકોને અકળાવી રહ્યા છે. ભર ચોમાસે લોકોને વરસાદની રાહ જોવી પડી રહી છે.
ભેજના કારણે બ્લડપ્રેશર, ડાયાબીટીશ અને ભારે શરીર ધરાવતાં લોકોને ભારે મૂંઝવણ થઇ હતી. આખો દિવસ અકળાવનારા વાતાવરણને લીધે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. શહેરમાં ઝાપટું આવી ને ગયા બાદ તરત જ તડકો નીકળતા શહેરમાં થયેલો કાદવકિચડ સૂકાઇ જાય છે. જેને લીધે શહેરમાં ધૂળ ખૂબ ઊડી રહી છે. ધૂળના કારણે અસ્થમાના દર્દીઓને પરેશાની થઇ રહી છે. ભારે ગરમી સહન કર્યા બાદ હવે ્અમદાવાદીઓને ભેજ સહન કરવાનો વારો આવ્યો છે. લોકો હવે ધોધમાર વરસાદ આપવા માટે વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે.
No comments:
Post a Comment