Monday, July 19, 2010

સીએના પરિણામમાં ભારતમાં ત્રીજો ક્રમ લાવનારો અમદાવાદ નો અર્ચિત શાહ.

અમદાવાદમાં રહેતા ૨૨ વર્ષના અર્ચિત અતુલભાઈ શાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના ઓલ્ડ કોર્સની ફાઈનલ પરીક્ષાના પરિણામમાં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહેલા અર્િચતે બીજી વાર બમણી મહેનત કરી ૮૦૦માંથી ૪૪૯ ગુણ મેળવવાની ઝળહળતી સિદ્ધિ મેળવી છે.

બીબીએ કરી રહેલા અર્િચતે જણાવ્યું હતું કે ‘સખત મહેનત, શ્રદ્ધા અને નસીબે આપેલા સાથથી મને આજે સારી સફળતા મળી છે. પ્રથમ પ્રયાસ વખતે મેં કોચિંગ લીધું હતું પણ મને સફળતા મળી ન હતી. જોકે મેં નિરાશ થવાના બદલે રેન્ક સાથે પાસ થવાના ઈરાદા સાથે બમણી મહેનત કરી હતી. મને આશા ન હતી કે મારો આટલો ઊંચો રેન્ક આવશે જ. પ્રથમ પ્રયાસમાં રહેલી ખામીઓ શોધી મેં આઠ વિષયની તૈયારી માટે સમય ફાળવ્યો હતો. સફળતા માટે  ફેરફારો સાથે અપડેટ રહેવું અને બુદ્ધિશક્તિનો ઉપયોગ મહત્ત્વનો હોય છે. આ માટે રેફરન્સનો મહત્તમ ઉપયોગ અને પેપર સોલ્વ કરવાથી ફાયદો રહે છે.’ ભાવિ પ્લાનિંગ અંગે અર્િચતે કહ્યું કે ‘પહેલાં કોર્પોરેટ ફાઈનાન્સ કંપનીમાં અનુભવ લેવા માંગુ છું, અને ત્યાર પછી થોડા વર્ષ પછી બિઝનેસ શરૃ કરવાનું પ્લાનિંગ છે.’

સુરતની દીપ્તિ બંકાએ સીએ ફાઇનલના નવા કોર્સમાં ૮૦૦માંથી ૫૧૭ માર્ક મેળવી સમગ્ર ભારતમાં ચોથો ક્રમ પાપ્ત કર્યો છે. પરિણામથી અત્યંત ખુશ દીપ્તિએ જણાવ્યું હતું કે એકાદ ઘટનાથી જીવન ડગુમગુ થવું જોઈએ નહીં અને મારા કપરા દિવસોમાં પરિવારજનોએ મને આપેલું પ્રોત્સાહન આજે આ સ્તરે લઈ આવ્યું છે અને હવે નોકરી કરવી છે.  સીએ ફાઈનલમાં ૨૦મો ક્રમ મેળવનાર રાજકોટના તેજસ રૃપાણીએ ન્યુ કોર્સમાં ૮૦૦માંથી ૪૭૩ ગુણ મેળવ્યા છે. તેજસનું કહેવું છે કે ‘પ્રથમ પ્રયાસે જ સફળતા મેળવવાનું કારણ એટલું જ કે હું કોઈ દબાણમાં રહેતો ન હતો. દિવસમાં મહત્તમ ૧૦ કલાક અભ્યાસ કરતો. ખાસ કરીને તમને ટ્રેઇનિંગમાં જે પ્રેક્ટિકલ જ્ઞાાન મળે છે તે મહત્ત્વનું બની રહે છે.’ તેજસ હવે જોબ કરીને અનુભવ મેળવ્યા પછી સીએ પ્રોફેશનલ બનવા માંગે છે.

પ્રેક્ટિકલ પ્રશ્નો ટિ્વસ્ટ કરીને પૂછાતાં પરિણામ ઘટ્યું

સી.એ. ઇન્સ્ટિટ્યૂટ વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયનના ચેરમેન સીએ નિરેન નાગોરી કહે છે કે, ‘સીએ ફાઇનલની પરીક્ષાના પ્રશ્નોનું માળખું બદલાયું હોવાથી પરિણામ પર વપિરીત અસર પડી છે. અગાઉ પેપરમાં થિયરેટિકલ પ્રશ્નો પૂછાતા હતા. હવે પ્રેક્ટિકલ પ્રશ્નો ટિ્વસ્ટ કરીને પૂછાતા હોવાથી પરિણામમાં ઘટાડો થયો હોવાનું માની શકાય તેમ છે.’

No comments:

Post a Comment