ગુજરાત અને દિલ્હીમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા બેનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં દૂધની કિંમતનો આ વૃદ્ધિદર જુલાઈના બીજા અઠવાડિયાથી લાગુ પડશે. આ અંગે જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ સોઢીએ જણાવ્યું હતું, "ઈંધણની કિંમતોમાં થયેલી વૃદ્ધિ આ ભાવવધારાનું કારણ છે. ગુજરાતમાં અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિની કિંમતમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ તાજા અને સ્લિમ તેમજ ટ્રિમમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે."
આ વધારાની સાથે અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિની કિંમત ક્રમશ: 30 અને 28 રૂપિયા પ્રતિ લીટર થશે. જ્યારે અમૂલ તાજાની કિંમત 24 રૂપિયા પ્રતિ લીટર થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં અમૂલે બીજી વખત તેની કિંમતમાં વધારો કર્યો છે. આ પહેલા ફેબ્રુઆરી માસમાં જીસીએમએમએફે દૂધની કિંમતમાં વધારો કર્યો હતો.

No comments:
Post a Comment