Monday, July 5, 2010

શહેર માં મોડીરાત્રે બે ટોળા વચ્ચે પથ્થરમારો, SRP નો ગોળીબાર.

ખાનપુરમાં કલ્યાણીવાસ નજીક બે ધર્મ સ્થળો આવેલા છે. જેમાંથી આજે સાંજે એક ધર્મસ્થળ પાસે સંદલ વિધિનો કાર્યક્રમ ચાલતા હોવાથી લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. સ્પીકરના અવાજને લઇને સંદલ વિધિમાં શણગાર કરતા બે ટોળાં વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર પછી જોતજોતમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો શરૃ થઇ ગયો હતો. જોકે ફરજ પર તહેનાત એસઆરપી જવાનોએ ટોળાંને કાબૂમાં લેવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. પરિણામે ટોળાં વિખેરાઇ  પથ્થરમારો બંધ થઇ ગયો હતો.

કલ્યાણીવાડ પાસેના ધાર્મિક સ્થળ પર કાર્યક્રમ હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જમણવાર ચાલુ હતો ત્યાં બે અલગ અલગ કોમના યુવકો વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચકતા બંને કોમનાં ટોળા આમને સામને આવી ગયાં હતાં અને એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.

દરમિયાન સ્થાનિક પોલીસ પહોંચે તે પહેલા બંદોબસ્તમાં તહેનાત એસ આર પીના જવાનો તાત્કાલિક ત્યાં પહોંંચી ગયાં હતાં અને હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરીને ટોળાને વિખેરી નાંખ્યાં હતાં. શાહપુર પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને તોફાની તત્વોને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું.

શાહપુરમાં અજંપાભરી શાંતિ

દોઢ મહિના પહેલા શાહપુરમાં મોટાપાયે કોમી તોફાનો થયાં હતાં, જેમાં એક શખ્સનું મોત પણ નીપજ્યું હતું. શાહપુર સંવેદનશીલ વિસ્તાર હોવાથી આજુબાજુના વિસ્તારમાંથી પોલીસ કૂમક બોલાવીને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. આ લખાય છે ત્યારે શાહપુરમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.

No comments:

Post a Comment