Monday, August 2, 2010
મેઘરાજ નો કહેર ૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ.
અમદાવાદામાં ગઈકાલે પડેલ ભારે વરસાદના પગલે શહેરમાં ભારે વિકટ સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અનેક સોસાયટી ઉપરાંત જાહેર માર્ગો પર પણ ગોઠણ સમા પાણી ભરાયા હતા.
જેના કારણે સાંજના સુમારે લાખ્ખો વાહનચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. સેંકડો વાહનો પણ પાણીમાં બંધ પડી જતાં લોકોને વાહનોને ત્યાં જ છોડીને જવાની ફરજ પડી હતી. બપોરના બે વાગ્યાથી સાંજના ચાર વાગ્યાના બે કલાકના સમયગાળામાં મેમનગર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. મેમનગરમા તો જાણે આભ ફાટયું હોઇ તેવી પરિસ્થિતિ સર્જાતા લોકો ભયભીત બની ગયા હતા. બીજી તરફ રવિવાર અને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી માટે નીકળેલા જવાનીયાઓએ ધોધમાર વરસાદનો આનંદ અનોખી રીતે માણ્યો હતો. કેટલાકે ખોટકાઇ પડેલા વાહનોના ચાલકોને મદદ કરી હતી તો ઘણે ઠેકાણે દ્વીચક્રિવાળાની અવળચંડાઇના કારણે મોટરકારવાળા પાણીમાં ફસાઇ ગયા હતા.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment