સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના માજી ગૃહમંત્રી અમિત શાહના બે દિવસના રિમાન્ડ ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી દીધાં છે. સીબીઆઇ દ્વારા અમીત શાહના રિમાન્ડ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હતું. આજે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રિમાન્ડ દરમિયાન અમિત શાહની વિડિયોગ્રાફી કરવામાં આવશે નહી.
ચકચારી સોરહાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સીબીઆઇ દ્વારા અમીત શાહની કોર્ટની મંજુરીથી જેલમાં જ ઓન કેમેરા પુછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ જેમાં શાહે પુરતો સહકાર નહિ આપી મૌન ધારણ કરી લેતાં સીબીઆઇ દ્વારા શાહની વધુ પુછપરછ માટે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરાઇ હતી જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

No comments:
Post a Comment