Thursday, September 30, 2010

LIVE અયોધ્યા :ચુકાદાનું કાઉન્ટ ડાઉન

દેશ-દુનિયાની સાથે સાથે સમગ્ર અયોધ્યામાં પણ આજે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદની વિવાદીત જમીન પર સાડા ત્રણ વાગ્યે થનારી ચુકાદાની સુનાવણીનો ખામોશીથી રાહ જોવાય રહી છે. કિલ્લામાં પરિવર્તિત થઈ ચુકેલી લખનૌ બેન્ચના કોર્ટ રૂમ નંબર-21માં બપોરે સાડા ત્રણ કલાકે જસ્ટિસ ડી.વી.શર્મા, એસ.યૂ.ખાન અને સુધીર અગ્રવાલની બેન્ચ ચુકાદો સંભળાવશે. આ કોર્ટરૂમનો દરવાજો બપોરે અઢી વાગ્યે ખોલવામાં આવ્યો છે. ત્યાર બાદ તમામ પક્ષકારોના વકીલો દાખલ થશે અને બરાબર સાડા ત્રણ કલાકે ત્રણેય જજોની બેન્ચ ચુકાદો આપશે.

ચાર સ્તરીય સુરક્ષા

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં સુરક્ષાનો એવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે મામલા સાથે સંલગ્ન લોકો સિવાય અન્ય કોઈ અંદર જઈ શકશે નહીં. એકવાર અંદર ગયા બાદ ચુકાદાની સુનાવણી પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈ બહાર આવી શકશે નહીં. લખનૌમાં ઉપસ્થિત હાઈકોર્ટ પરિસરના સમગ્ર વિસ્તારને નો એન્ટ્રી ઝોનમાં ફેરવી દેવાયો છે. કોર્ટ પરિસરમાં મોબાઈલ લઈ જવાની પરવાનગી નથી. કેટલાંક જજો અને અધિકારીઓને બાદ કરતાં કોર્ટ પરિસરમાં કોઈના માટે પાર્કિંગની પરવાનગી પણ નથી. મીડિયાકર્મીઓ માટે લખનૌના જિલ્લાધિકારી કાર્યાલયમાં જ મીડિયા સેન્ટર બનાવાયું છે. જીત કે હારને લઈને અતિરેક ભરી પ્રતિક્રિયા પર પ્રતિબંધ છે. કોર્ટ પરિસરમમાં ચાર સ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. સુરક્ષા સંબંધી નિયમાવલીને સખ્તાયપૂર્વક લાગુ કરવામાં આવી છે.

પોલીસ અને મીડિયાનો જમાવડો

લખનૌની સડકો પર માત્ર પોલીસ અને મીડિયાના લોકો જ દેખાય રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં લગભગ 2 લાખ જવાનો તેનાત છે. દેશ-વિદેશના ઘણાં પત્રકારો કવરેજ માટે અહીં હાજર છે. મીડિયા સંસ્થાનોએ લાઈવ કવરેજની પૂર્ણ તૈયારીઓ કરી છે. અહીંની હોટલોમાં રૂમ ઉપલબ્ધ નથી, છત પણ બુક કરાવાય છે. હોટલોમાં ટીવી ચેનલોએ પોતાના અસ્થાયી સ્ટુડિયો બનાવી લીધા છે.

રાજ્યના માહિતી વિભાગે એક મીડિયા સેન્ટર બનાવ્યું છે. અહીં 500 પત્રકારોને બેસવાની વ્યવસ્થા છે. તેમાન માટે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

4-30 પહેલા ચુકાદાની ખબર નહીં પડે

દુનિયા સામે આ ચુકાદો સાંજે સાડા ચાર કલાકે આવે તેવી શક્યતા છે. જજ સાડા ત્રણ કલાકે ચુકાદો વાંચવાની શરૂઆત કરશે. આશા છે કે ચુકાદાનો મહત્વનો ભાગ 60-80 પાનાનો હોઈ શકે છે. જજ એટલો ભાગ વાંચશે. ત્યાર બાદ મીડિયા સેન્ટર સુધી ખબર પહોંચાડતા ઓછામાં ઓછી 15 મિનિટ લાગશે. જો કે હાઈકોર્ટની વેબસાઈટ પર 4 વાગ્યે ચુકાદાની પૂર્ણ કોપી ઉપલબ્ધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના ચુકાદાની 500 કોપીઓ તૈયાર છે. ચુકાદો સંભળાવાયા બાદ તેને વહેંચવામાં આવશે.

No comments:

Post a Comment