મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ઇવીએમની ગરબડને કારણે હાર થઈ હોવાના કોંગ્રેસના આક્ષેપને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નકાર્યો હતો. ગોધરા અને દાહોદની જાહેરસભામાં તેમણે કહ્યું હતું કે, પ્રજાના મિજાજના મશીને કોંગ્રેસનો કચ્ચરઘાણ વાળ્યો છે. વોટબેંકની રાજનીતિ કરતાં વિકાસની રાજનીતિ ચાલશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુરુવારે ગોધરા અને દાહોદની સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં દિલ્હીથી નીકળેલો એક રૂપિયો ઘસાઈને ગરીબના હાથમાં ૧૫ પૈસા થઈ જતો હતો. કોઈ પંજો તરાપ ન મારે તે માટે ગાંધીનગરમાં ચોકીદાર તરીકે છું, માટે ઠેરઠેર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબોને હાથોહાથ કરોડો રૂપિયાની સહાય આપી છે. કોંગ્રેસે મોંઘવારી હટાવવાનું વચન આપ્યુ હતું પરંતુ તેમ ન થતાં હવે કોંગ્રેસને હટાવવી પડે, તેમ તેમણે ઉમેર્યું હતું.

No comments:
Post a Comment