Thursday, January 27, 2011

કાળુપુર વિસ્તારમાં 8 લોકોને બચાવાયા, 10 અંદર ફસાયા



  • દસ થી વધુના દટાયાની આશંકા.
  • 5 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી,
  • 8 લોકોને બહાર કઢાયા, બચાવ કામગીરી ચાલુ
  • કાળુપુરની સૌદાગરની પોળમાં વહેલી સવારે મકાન ધડાકાભેર તુટી પડ્યું. 
  • આસપાસનાં પાંચેક મકાનોને પણ મોટુ નુકશાન થયું. 
  • સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ સવારના 8.05 વાગ્યે ઈમારત તૂટી પડી હતી.


અમદાવાદ શહેરનાં અતીગીચ ગણાતા કાળુપુર વિસ્તારમાં આવેલી સોદાગરની પોળમાં એક પાંચ માળનું નવનીર્મીત મકાન ધડાકાભેર તુટી પડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ધરાશાયી થયેલી બીલ્ડીંગના કાટમાળ નીચે દસથી વધુ લોકો દટાયા હોવાની આ શંકા બચાવ ટુકડીઓએ વ્યકત કરી છે. તો બીજી તરફ ફાયરબ્રીગેડ સહિતની ઇમર્જન્સી સર્વિસીસ યુધ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોડાઇ ગઇ છે. સોદાગરની પોળમાં તુટી પડેલા આ મકાનને કારણે આસપાસનાં પાંચેક મકાનોને પણ નુકશાન થયું છે

પ્રાથમીક વિગતો અનુસાર, શુક્રવાર વહેલી સવેરે સોદાગરની પોળમાં થોડા સમય અગાઉ બનેલી પાંચ માળની ઇમારત એકાએક ધરાશાયી થઇ હતી. સ્થાનીકોના જણાવ્યા અનુસાર આ ઈમારતના કાટમાળ નીચે ૨૫થી ૩૦ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયરબ્રીગેડ સહિત ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સહિત તમામ ઇમર્જન્સી સર્વિસીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને કાટમાળ નીચે દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દિધી છે.

મળતી વિગતો અનુસાર, જે ઈમારત ધરાશાયી થઇ છે તે ગેરકાયદે હોવાનો પણ આક્ષેપ છે, એટલુંજ નહી આ ઈમારતના પાયામાં કોઇ તકલીફ હોઇ બીલ્ડર દ્વારા ફરી ત્યાં કામકાજ હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બીલ્ડીંગને કારણે આસપાસનાં પાંચેક મકાનોને પણ મોટુ નુકશાન થયું છે.

No comments:

Post a Comment