સોલા ભાગવત વિદ્યાપીઠની પાછળ સોલા ગામમાં આવેલા સર્વે નંબર ૯૩૪-૩ ખાતેના નાથીબા ફાર્મ હાઉસમાં ચાલતી લો ગાર્ડન જિમખાના કલબમાં તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે જેસીપી સેકટર ૧ સહિતના પોલીસ કાફલાએ શનિવારે મોડી રાત્રે આ ફાર્મ હાઉસમાં ત્રાટકી સૂત્રધાર ભૂરા ઉર્ફે મૌલિક પટેલ સહિત ૭૦ જુગારીની ધરપકડ કરી કુલ રૃ. ૧.૧૭ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની રેડને પગલે નાસભાગ મચી હતી અને ફાર્મહાઉસના પાછળના દરવાજેથી ૬૦થી પણ વધુ જુગારીઓ વગેરે ખેતરોમાં ફરાર થઇ ગયા હતા. પોલીસે આ કલબના ભાગીદારો દિનેશ કલગી અને મહેન્દ્ર
કલગીને 'ફરાર આરોપી' તરીકે બતાવ્યા હતા.
સોલાની ક્લબમાંથી સૂત્રધાર મૌલિક પટેલની ધરપકડઃ મહેન્દ્ર - દિનેશ કલગી ફરાર, ૩૬ કાર, ૪૯ ટુ વ્હીલર, ૭૧ સેલફોન સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસની રેડ પડે તો ચેતવણી મળી શકે તે માટે જુગારના અડ્ડાના સંચાલકે ફાર્મહાઉસની દીવાલો પર સીસી ટીવી કેમેરા ગોઠવ્યા હતા. તેથી પોલીસ અધિકારીઓ સાદા ડ્રેસમાં આવ્યા હતા. ત્રણ આઇપીએસ અધિકારીઓની એક સાથે આવેલી રેડને પગલે કલબ સંચાલકોમાં તેમજ ગેરકાયદે કલબોની પરમિશન આપતા પોલીસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઝોન ૧ના ડીસીપી બ્રજેશકુમાર ઝાને બાતમી મળી હતી કે સોલા ભાગવત વિદ્યાપીઠ પાછળ નાથીબા ફાર્મ હાઉસમાં મૌલિક ઉર્ફે ભુરો રમેશભાઇ પટેલ, કે જે સોલાગામમાં મોટા માઢ ખાતે રહે છે, તે કલબની આડમાં જુગારનો અડ્ડો ચલાવે છે. આ બાબતની જાણ સેકટર ૧ના જેસીપી સતિષ શર્માને કરાતા તેમણે રેડ પાડવા સ્પેશિયલ ટીમ બનાવી હતી. જેમાં ડીસીપી ઝોન ૧ બી. કે. ઝા, ઝોન ૨ એસ. એમ. કટારા, એસીપી 'એલ' ડિવિઝન બી. કે. આયર સહિતના અધિકારીઓ ઉપરાંત માધવપુરા, કારંજ, સાબરમતી પોલીસનો સ્ટાફ સામેલ કર્યો હતો. લગભગ દસથી પંદર વાહનો સાથેનો આ કાફલો શનિવારે રાત્રે ૧૧ના સુમારે બે પંચો સાથે ત્રાટકયો હતો. નાસભાગ મચતા ૬૦ શખસો વાહનો પડતાં મૂકી ઉઘાડા પગે જ ફાર્મના પાછળના દરવાજેથી ફરાર થઇ ગયા હતા.
પોલીસ પહેલા માળે પહોંચી ત્યારે મોટા હોલમાં નવ બોર્ડ બનાવીને જુદા જુદા લોકો તીન પત્તીનો જુગાર રમતા હતા. તેમની પાસેથી કુલ રૃ. ૩,૭૮,૮૭૫ની રોકડ જપ્ત કરી હતી. ઉપરાંત રૃ. ૧,૨૯,૪૦૦ના ૭૧ ફોન, ૩૬ કાર, ૪૯ ટુ વ્હીલર સહિત રૃ. ૧,૧૧,૮૭,૦૦૦નાં વાહનો, જુગાર રમવાનાં સાધનો મળીને કુલ રૃ. એક કરોડ, ૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૬૯ આરોપીની ધરપકડ કરી હતી.
કલબના કાઉન્ટર પર બેઠેલા આરોપી મૌલિક ઉર્ફે ભુરા પાસે લાઇસન્સ માંગ્યું હતું, જે તેની પાસે ન હતું. તેથી તેની પણ ધરપકડ કરી હતી. ભુરાના કાઉન્ટર પરથી પોલીસને મોંઘી બ્રાન્ડના ઇંગ્લિશ દારૃની બે બોટલો મળી હતી. ભુરા પાસેથી ૧૫ હજારની રોકડ અને બે ફોન કબજે લેવાયા છે. કાઉન્ટરમાંથી શ્રેષ્ઠ જિમખાના પ્રા. લી., નાથીબા ફાર્મ હાઉસના સભ્યપદનું ઓળખપત્ર રજિસ્ટર, સ્ટાફ રજિસ્ટર, હિસાબી ચોપડા વગેરે કબજે લીધાં હતાં.
કારંજ પોલીસના પીએસઆઇ સી. પી. સાદિયાની ફરિયાદને આધારે પોલીસે જુગારધામ ચલાવવાનો અને જુગાર રમવાનો ગુનો દાખલ કરી ભુરા સહિત ૭૦ની ધરપકડ કરી હતી. તેના ભાગીદારોમાં કોચરબ ગામ ખાતે પરબડી વાસમાં રહેતા મહેન્દ્ર અંબાલાલ પટેલ ઉર્ફે મહેન્દ્ર કલગી અને પાલડી ખાતે સાગર સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ ઉર્ફે કલગી ઠક્કરને ફરાર બતાવવામાં આવ્યા હતા. પોલીસે નબીરાઓની કારોનો કાફલો જપ્ત કર્યો તેમાં રાજકીય કનેકશન ધરાવતાં, કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એકસાઇઝની કાર તેમજ એડવોકેટની કારોનો સમાવેશ થાય છે. પોલીસે પકડેલા જુગારીઓમાં ચાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. તે પૈકી નરેન્દ્રસિંહ લખુભા ગોહિલ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
૧.૧૭કરોડમાલમતા કબજે
રાજકીય આગેવાનો, એડવોકેટ, પોલીસ, સેન્ટ્રલ એક્સાઇઝ, કસ્ટમ ઓફિસર સહિતના સંખ્યાબંધ નબીરાઓની મોટરકારોનો કાફલો પકડાયો શનિવારની મોડી રાત્રે ત્રણ આઇપીએસ, એક એસીપી સહિતનો પોલીસનો કાફલો કલગીના ગઢ પર ત્રાટક્યો
નાથીબા ફાર્મ પર દરોડો પડતાં ૬૦ જુગારિયા વાહનો પડતાં મૂકી ખુલ્લા પગે ખેતરોમાં રફુચક્કર
પોલીસ આવે તેની ચેતવણી મળી શકે તે માટે ક્લબ બહાર સીસી ટીવી કેમેરા ગોઠવાયા હતા પણ પોલીસે સાદા વેશમાં છાપા માર્યા
જુગાર રમતા પોલીસવાળાને અધિકારીઓએ ફટકાર્યો
અમદાવાદ : સોલા ગામમાં મોડી રાત્રીના જુગાર અંગે પોલીસે નાથીબા ફાર્મ હાઉસમાં રેડ કરી તે સમયે મણિનગર પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી ત્યાં જુગાર રમતો હતો. આ પોલીસ કર્મીને અગાઉ સોલામાં વહીવટદાર તરીકે પીઆઇએ રાખ્યો હતો. જોકે તે સમયે દારૃ સાથે પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલને છોડી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ પગલે પોલીસ અધિકારીએ તેની બદલી મણિનગર ખાતે કરી હતી. જોકે ફરી વખત સોલાની હદમાં આ કોન્સ્ટેબલને જુગાર રમતો જોઇને પોલીસ અધિકારી ઊકળી ઊઠયા હતા.
દોઢસો જોડી ચંપલો બૂટ મળ્યાં
અમદાવાદ : કલબમાં રેડ પડતા નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૭૦ જણાની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ અધિકારીઓની નજર કલબમાં પડેલા બૂટ ચંપલ પર પડી ત્યારે તેઓ ચોંકી ઊઠયા હતા. કેમકે ઓછામાં ઓછી દોઢસો જેટલી બૂટ ચંપલની જોડી કલબમાં પડી હતી. આમ એક સાથે આટલા બધા આરોપીઓ ભાગી ગયાની જાણકારી પોલીસને મળી હતી.
બે બોક્સ જેટલાં ગંજીફાનાં પાનાં અમદાવાદ : કલબમાં રમવા આવનાર વ્યક્તિ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે રેડ કરી ત્યારે મિનરલ વોટરની બોટલો તેમજ નાસ્તાના પડીકા સહિતની વસ્તુઓ પડી હતી જ્યારે કલબમાં પત્તાની અઢળક કેટો પડી હતી. પોલીસે આ ગંજીફાનાં પાનાં ભેગાં કર્યા ત્યારે પાનાંથી બે મોટાં ખોખાં ભરાઇ ગયાં હતાં.
૧૫ કલાકની મહેનત પછી આંકડો મળ્યો
અમદાવાદ : પોલીસે રેડ કરી ત્યારથી લઇને ૧૫ કલાક સુધી સતત કામગીરી ચાલી હતી. જે મુજબ તમામ આરોપીઓ પાસેથી મળી આવેલી રોકડ રકમના કાગળો તેમજ કેસ પેપર તૈયાર કરવામાં મહત્તમ સમય લાગ્યો હતો. પોલીસને તમામ મુદ્દામાલની વિગતો અને ફરિયાદની વિગતો પૂરી કરતા બીજા દિવસે બપોરે ચાર વાગ્યા સુધી કામગીરી કરવી પડી હતી. રેડમાં હાજર તમામ પોલીસ કર્મીની આંખમાં ઊંઘ ઊડીને આંખે વળગતી હતી.
Sunday, August 29, 2010
Thursday, August 26, 2010
ભારત ફાઈનલમાં ન્યુઝીલેન્ડ બહાર.
વીરેન્દ્ર સેહવાગના વિસ્ફોટક ૧૧૦ બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનની સહાયથી ન્યૂઝીલેન્ડને ૧૦૫ રને મસળી નાખી ભારતે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વિજય માટે ભારતે આપેલા ૨૨૪ના લક્ષ્યાંક સામે કિવીઝ ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૧૮માં તંબુભેગી થઇ ગઇ હતી. ૯૩ બોલમાં ૧૧૦ રન ફટકારનારા વીરેન્દ્ર સેહવાગને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડે એક સમયે ૫૩ રનમાં જ ૮ વિકેટ ગુમાવી દેતાં ભારતને હજુ વધુ ભવ્ય વિજયની તક હતી. જોકે, કેઇલ મિલ્સે નવમાં ક્રમે આવી ૩૫ બોલમાં ૫૨ રન ફટકારી દેતાં કિવીઝ ૧૦૦નો આંક વટાવવામાં સફળ રહ્યું હતું. આ પરાજય સાથે જ ન્યૂઝીલેન્ડ ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર થઇ ગયું છે અને શનિવારે યજમાન શ્રીલંકા સામે ભારતની ટક્કર થશે. આ મેચમાં કુલ ૧૫ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા નહોતા.
સેહવાગના ૧૬ ચોગ્ગા, એક છગ્ગા સાથે ૯૩ બોલમાં ૧૧૦ ઃ ૨૨૪ના પડકાર સામે ન્યુઝીલેન્ડના ૧૧૮ ઃ ભારત-શ્રીલંકા વચ્ચે ૨૮ ઓગસ્ટે ફાઈનલ
મેન ઓફ ધ મેચ સેહવાગે ૯૩ બોલમાં ૧૬ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૧૦ રન અતિ વિપરીત સંજોગોમાં અને ફાસ્ટ બોલરોને મદદ કરતી પીચ પર બનાવતાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૬.૩ ઓવરમાં ૨૨૩ રન નોંધાવ્યા હતા. જવાબમાં પ્રવીણકુમાર અને મુનાફ પટેલની ત્રણ-ત્રણ વિકેટો ઝડપતી બોલિંગ સામે ન્યુઝીલેન્ડ ૩૦.૧ ઓવરોમાં ૧૧૮ રનમાં ખખડી ગયું હતું. ભારતે ૬૬ રનમાં ચાર વિકેટો (કાર્તિક ૦, કોહલી ૮, યુવરાજ ૬ અને રૈના ૧) ગુમાવી દીધી હતી. ત્યાર પછી સેહવાગ અને ધોનીએ (૭૫ બોલમાં ૩૮) પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૦૭ રન ઉમેરતા ભારતે વળતી લડત આપી શકે તેવી સ્થિતિ મેળવી હતી.
૨૨૩ રનનો સ્કોર હોઈ ભારતે આ માટે ન્યુઝીલેન્ડની પ્રારંભની વિકેટો ઝડપથી મેળવવી તે જ એક માત્ર વિકલ્પ હતો.૪૨ રનમાં જ ન્યુઝીલેન્ડે છ વિકેટો નાટકીય ધબડકો કરીને ગુમાવતા ભારતનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. પ્રવીણકુમારે પ્રથમ ચારમાંથી ગપ્ટીલ, ટેલર અને સ્ટાઈરિસ એમ ત્રણ વિકેટો ઝડપતા મેચ ભારત તરફી ઔપચારિક બની ગઈ હતી. આખરી બે વિકેટોએ ૬૫ રન ઉમેરતા તેમજ મિલ્સના સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથેના ૩૫ બોલમાં ૫૨ રનની મદદથી ન્યુઝીલેન્ડ ૧૧૮ રનના સ્કોરે પહોંચી શક્યું હતું. ભારતે તેની ટીમમાં ચાર ફાસ્ટ બોલરો ઉતાર્યા હતા. ભલે ભારત જીત્યું પણ ફાઈનલમાં શ્રીલંકાને હરાવવા ભારતે બેટિંગ ફોર્મ મેળવવું પડશે. કાર્તિક, કોહલી, યુવરાજ, રૈના, રોહિત શર્મા અને જાડેજાને ટુર્નામેન્ટમાં જ્યારે તક મળી છે ત્યારે નિષ્ફળતા મળી છે.

Friday, August 20, 2010
અમદાવાદ માં રબારી અને ઠાકોર વચ્ચે અથડામણ.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વીતી મોડી રાત્રે દશામાના ગરબા જોવા નિમિત્તે ઠાકોર તથા રબારીઓ વચ્ચે જૂથ અથડમણ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાટલોડિયાના હિરાબાગ ચાર રસ્તા પાસે દશામાના વ્રત પૂર્ણ થવાના પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક રબારી યુવકોએ પાણીનો ખાલી જગ હવામાં ઉછાળ્યો હતો. તેથી કમલેશ ઠાકોર નામના વ્યક્તિએ રબારી યુવકોને કહ્યુ કે તેઓ દશામાના ગરબા ચાલેથી તેથી આવી હરકતો ન કરે. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી અને રબારી યુવકોએ કમલેશ ઠાકોર તથા અન્ય એક વ્યક્તિ સાથે મારઝૂડ કરી હતી. ત્યાર બાદ આ મામલે વધુ માથાકૂટ થતાં રબારી અને ઠાકોર જ્ઞાતિના યુવકો આમને-સામને આવી ગયા હતાં. જૂથ અથડામણમાં પાંચ બાઈક અને એક સાઈકલને આગને હવાલે કરવામાં આવી હતી. ઠાકોર યુવકોનો આક્ષેપ છે કે રબારીઓએ બાઈકો તથા સાઈકલને આગ ચાંપી હતી.
જો કે આ દ્રશ્ય જોઇ કમલેશના સગા સબંધી દોડી આવતા રબારી યુવાનો ભાગ્યા હતા અને નજીકમાં પડેલી બાઈકોની પેટ્રોલની પાઈપો કાઢીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે હરેશભાઇ અંબારામ મેરાજી ઠાકોરની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે ૨૦ થી ૨૫ રબારી યુવાનો વિરુધ્ધ ગુનો નોંધી ચાર જણાંની ધરપકડ કરી છે. જેમાં અમૃત ગોવા રબારી, દિનેશ પ્રભાત રબારી,દેવરાજ શરતાનભાઇ રબારી અને રઘુ ગોવા રબારીનો સમાવેશ થાય છે.

Wednesday, August 11, 2010
કોર્ટ : અમિત શાહની જામીનઅરજીની સુનવણી ૧૭મીએ.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકેસમાં અમિત શાહની જામીનઅરજીની સુનાવણી ૧૭મી પર ટળી છે.
છેલ્લા ૧૭ દિવસથી જેલમાં રહેલા અમિત શાહે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેની બુધવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન અમિત શાહના એડ્વોકેટ મીતેશ અમીને સ્પેશિયલ સીબીઆઇ જજ જી.કે.ઉપાધ્યાય સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમના સિનિયર એડ્વોકેટ રામ જેઠમલાણી આજે હાજર રહી શકે તેમ નથી માટે તેમને જામીનઅરજી બાબતે રજૂઆત કરવા અન્ય તારીખની મુદત આપવી.
અમિત શાહે સીબીઆઇ સ્પેશિયલ કોર્ટમાં જામીન મેળવવા માટે જે અરજી કરી છે, તેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, અરજદારના સિનિયર એડવોકેટ રામ જેઠમલાણી હાજર ન રહેતા આ અરજીની વધુ સુનાવણી ૧૭મી ઓગસ્ટના રોજ યોજાશે તેમ સીબીઆઇ સ્પેશિયલ જજ જી.કે.ઉપાધ્યાયે આદેશ કર્યો છે. આજે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમિત શાહના એડવોકેટ મિતેશ અમીને રજૂઆત કરી હતી કે, તેમના સિનિયર એડવોકેટ રામ જેઠમલાણી આજે હાજર રહી શકે તેમ નથી, માટે તેમને આવતા અઠવાડિયાની કોઇ પણ તારીખની મુદત આપવી. આ મામલે સીબીઆઇ કોર્ટે સીબીઆઇ એડવોકેટ એઝાઝ ખાન અને રૃબાબુદ્દીનના એડવોકેટને સાંભળી અમિત શાહની રિમાન્ડ અરજી પર ૧૭મી ઓગસ્ટે વધુ સુનાવણી રાખવાનો આદેશ કર્યો હતો.

Friday, August 6, 2010
અમિત શાહ વધુ ૨ દિવસ રિમાન્ડ પર.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના માજી ગૃહમંત્રી અમિત શાહના બે દિવસના રિમાન્ડ ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી દીધાં છે. સીબીઆઇ દ્વારા અમીત શાહના રિમાન્ડ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હતું. આજે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રિમાન્ડ દરમિયાન અમિત શાહની વિડિયોગ્રાફી કરવામાં આવશે નહી.
ચકચારી સોરહાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સીબીઆઇ દ્વારા અમીત શાહની કોર્ટની મંજુરીથી જેલમાં જ ઓન કેમેરા પુછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ જેમાં શાહે પુરતો સહકાર નહિ આપી મૌન ધારણ કરી લેતાં સીબીઆઇ દ્વારા શાહની વધુ પુછપરછ માટે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરાઇ હતી જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

Monday, August 2, 2010
મેઘરાજ નો કહેર ૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ.
અમદાવાદામાં ગઈકાલે પડેલ ભારે વરસાદના પગલે શહેરમાં ભારે વિકટ સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અનેક સોસાયટી ઉપરાંત જાહેર માર્ગો પર પણ ગોઠણ સમા પાણી ભરાયા હતા.
જેના કારણે સાંજના સુમારે લાખ્ખો વાહનચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. સેંકડો વાહનો પણ પાણીમાં બંધ પડી જતાં લોકોને વાહનોને ત્યાં જ છોડીને જવાની ફરજ પડી હતી. બપોરના બે વાગ્યાથી સાંજના ચાર વાગ્યાના બે કલાકના સમયગાળામાં મેમનગર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. મેમનગરમા તો જાણે આભ ફાટયું હોઇ તેવી પરિસ્થિતિ સર્જાતા લોકો ભયભીત બની ગયા હતા. બીજી તરફ રવિવાર અને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી માટે નીકળેલા જવાનીયાઓએ ધોધમાર વરસાદનો આનંદ અનોખી રીતે માણ્યો હતો. કેટલાકે ખોટકાઇ પડેલા વાહનોના ચાલકોને મદદ કરી હતી તો ઘણે ઠેકાણે દ્વીચક્રિવાળાની અવળચંડાઇના કારણે મોટરકારવાળા પાણીમાં ફસાઇ ગયા હતા.
Subscribe to:
Posts (Atom)