અમદાવાદના દરિયાપુર વિસ્તારના પોપટીયાવાડમાં એક વર્ષો જૂનું મકાન શુક્રવારે વહેલી સવારે જમીનદોસ્ત થતા ચાર લોકો દટાયા હતાં જેમાંથી બે ના મોત થયાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે 6 વાગ્યાની આસપાસ દરિયાપુરના પોપટીયાવાડમાં આવેલું એક મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થયું હતું. જેથી તેમાં રહેતા ચાર લોકો દટાયા હતાં. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને આજુબાજુ રહેતા લોકો બચાવ કાર્યમાં જોતરાઈ ગયા
ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે બીજી બાજુ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ નીચે દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.
જે પૈકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાસા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે હાલમાં પોલીસની કામગીરી ચાલી રહી હોવાથી મૃતક તેમજ ઇજાગ્રસ્તોના નામ પ્રાપ્ત થઇ શક્યા નથી.

No comments:
Post a Comment