ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને સીબીઆઇ દ્વારા આજે બપોરે બીજી વાર સમન્સ મોકલવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ પણ અમીત શાહના કોઈ સગડ મળ્યા નથી. તેઓ સીબીઆઇ સમક્ષ આવતીકાલ બપોર સુધીની આપવામાં આવેલી સમય મર્યાદા સુધીમાં હાજર થશે કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી પ્રાપ્તથઈ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સીબીઆઇના અધિકારીઓના જણાવ્યા મુજબ આજે સવારે અમીત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન, ગાંધીનગર સ્થિત મંત્રી બંગલો અને સચિવાલય ખાતેના તેમના કાર્યાલય પર સીબીઆઇના અધિકારીઓ રૂબરૂ જઈને સમન્સ પહોંચાડી આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સીબીઆઇ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી છે અને આ એન્કાઉન્ટરમાં સીબીઆઇ તેમની પૂછપરછ કરવા માંગે છે.
અત્રે નોંધનીય છે કે આ મામલે સીબીઆઈની એક ટીમ રાજસ્થાન રવાના થઈ છે તથા ત્યાના એક દિગ્ગજ મંત્રીની પણ ધરપકડ થવાની શક્યતા છે.

No comments:
Post a Comment