Friday, July 16, 2010
અમદાવાદમાં ૭૯ પાર્ટી પ્લોટો સીલ : ગેરકાયદે બાંધકામ ને પાર્કિંગ ને લીધે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ૭૯ પાર્ટી પ્લોટને સીલ મારતાં પાર્ટી પ્લોટના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૨ પ્લોટ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૪ પાર્ટી પ્લોટને સીલ કરાયા છે. ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગની સુવિધા વિનાના પાર્ટી પ્લોટને સીલ મારવાની ઝૂંબેશનો પ્રારંભ કરાયો છે અને બે-ત્રણ દિવસમાં આ કાર્યવાહી પૂરી કરાશે.
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૨ અને મધ્ય ઝોનમાં ૪ પાર્ટી પ્લોટ સીલ કરાયાઃ પાર્ટી પ્લોટના સંચાલકોમાં ફફડાટ
છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીપ્લોટ્સ સીલ કરવા માટે વિચારણા ચાલી રહી હતી. રથયાત્રાના કારણે પોલીસ બંદોબસ્ત મળી શક્યો નહોતો, તેથી શુક્રવારે પોલીસ બંદોબસ્ત મળતાં જ જુદા જુદા ઝોનના એસ્ટેટ-ટીડીઓ ખાતાને પાર્ટીપ્લોટ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવા ડે. કમિશનર તરફથી આદેશ આપવામાં આવ્યો હતો.
પાર્ટીપ્લોટ્સ ઉપર ત્રાટકવાનો આદેશ મળતાં જ પશ્ચિમ ઝોનમાં ૩૨, નવા પશ્ચિમ ઝોનમાં ૧૦, ઉત્તર ઝોનમાં ૧૦, દક્ષિણ ઝોનમાં ૧૩, પૂર્વ ઝોનમાં ૧૦ અને મધ્ય ઝોનમાં ચાર મળી કુલ ૭૯ પાર્ટીપ્લોટને સીલ મારી દેવામાં આવ્યાં હતાં. દરેક ઝોનમાં એસ્ટેટ ખાતાના અધિકારીઓએ દબાણની ગાડીઓ તથા કર્મચારીઓના કાફલા સાથે સવારથી જ પાર્ટીપ્લોટ સીલ કરવાનું શરૂ કર્યું હતું. જે પાર્ટીપ્લોટને સીલ કરવાના બાકી છે તેને આવતીકાલે અને રવિવારે પણ કાર્યવાહી ચાલુ રાખી સીલ મારી દેવાશે. મ્યુનિ. દ્વારા પાર્ટીપ્લોટ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાતાં સંચાલકો એકત્ર થઈ ગયા હતા અને વાતાવરણમાં ભારે ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો અને એક તબક્કે મ્યુનિ. કર્મચારીઓને માર પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
કયા ઝોનમાં કયો પાર્ટીપ્લોટ સીલ કરાયો ?
મધ્ય ઝોન : (શાહીબાગ- ગિરધરનગર) રાણી શક્તિ સેવા સમિતિ, પંચાલ મિલન મંદિર, મહેશ્વરી સેવા સમિતિ, ઘાસીરામ ચૌધરી હોલ
પૂર્વ ઝોન : (નિકોલ, ઓઢવ, ભાઇપુરા, રાજપુર) જીવણવાડી, ભગવતી મેરેજ હોલ, કમલપૂજા, બળિયાદેવ, દદુ પાર્ટી પ્લોટ, તિલક પાર્ટીપ્લોટ, પ્રિયા પાર્ટીપ્લોટ, પાર્શ્વનાથ જૈન ભવન, પાયલ તથા ગોવર્ધન પાર્ટીપ્લોટ
દક્ષિણ ઝોન : (બાગે ફિરદોસ, વટવા, ઇસનપુર)- શ્રી મનમંદિર ફાર્મ પાર્ટીપ્લોટ, કરણ કમલેશ, શ્રીરામ પાર્ટીપ્લોટ, વૃંદાવન- બંસીધર અને મંગલદીપ પાર્ટીપ્લોટ, ભરત, શકરીબા, જલારામ તથા રાધાકૃષ્ણ પાર્ટીપ્લોટનો તેમજ નાથાભાઇ તેમજ મહાશક્તિ પાર્ટીપ્લોટ અને પાલખી ફાર્મ
નવા પશ્ચિમ ઝોન : (વેજલપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચેનપુર, ગોતા)- વિવેકાનંદ, સૂર્યા તથા કે.કે. નગર પાર્ટીપ્લોટ, વિવાહ, બૂટભવાની તેમજ ઉમિયા પાર્ટીપ્લોટ તથા અમિરાજ અને અવનિ પાર્ટીપ્લોટ ઉપરાંત ડી.એસ. ફાર્મ તથા ક્રિષ્ણા ફાર્મ પાર્ટીપ્લોટળ
પશ્ચિમ ઝોન : (ભૂયંગદેવ, સોલારોડ, નારણપુરા, મેમનગર) સહેલી, મંગળતીર્થ, લાડલી તથા પૂજન પાર્ટીપ્લોટ, ઉત્સવ, શૃંગાર સ્વાગત, અમૃતબાગ તથા અંબિકા પાર્ટીપ્લોટ, ભૂમિ, શ્રીપદ, મનોરમા (કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર) તથા કનક, અતિથિ અને પાર્થ પાર્ટી પ્લોટ, સાજન, આતિથ્ય, પાયલ, હર્ષ, આશીર્વાદ, સુહાગ, અક્ષર અને સોપાન પાર્ટીપ્લોટ, મંગળા ફાર્મ પાર્ટીપ્લોટ, સપ્તક (વિવેક પ્રહલાદભાઈ પટેલ-ભાજપ), સિંદૂર તથા પૂજા પાર્ટી પ્લોટ અને અર્ચના, કેશવબાગ, શકમ્બા, ચંદ્રગુપ્ત તથા માનવમંદિર પાર્ટીપ્લોટ
ઉત્તર ઝોન : (કુબેરનગર, સરદારનગર, ઠક્કરબાપાનગર) - ગુલશન પાર્ટીપ્લોટ, પ્લેઝર, પિકનિક, અવસર, રિસર્જન પાર્ટીપ્લોટ તથા શ્રીમતી હરદેવી, શાંતિ પ્રસાદ તથા ગણેશ, મધુસંબંધ અને ખોડિયાર પાર્ટીપ્લોટ
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment