બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી દીધું હતું, શંકાસ્પદોના ફોનનંબર ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું, છતાં કોઈ કડી મળતી નહોતી. આખરે ઘટનાના લગભગ દોઢ મહિના બાદ એક શખ્સે તત્કાલીન પોલીસ કમિશનર કે. આર. કૌશિકને ફોન કરીને માહિતી આપી હતી કે અક્ષરધામનું કાવતરું દરિયાપુર રહેતા એક શખ્સે ઘડ્યું છે. બાતમીદારે તે શખ્સનું નામ પણ આપ્યું હતું. આ કડી પરથી આગળ વધતાં પોલીસ આતંકવાદીઓ પાસેથી મળી આવેલી ઉર્દૂ ભાષામાં લખેલી ચિઠ્ઠીને લખનારા સુધી પહોંચી હતી. આમ અક્ષરધામ હુમલામાં મોતને ભેટેલાઓના સંબંધીઓને ન્યાય મળ્યો હતો.
કબૂલાતનામા ઉપરાંત તેમના ગુનાને યોગ્ય સંદર્ભમાં મુકે તે મુજબના સાંયોગિક પુરાવા પણ મળ્યા છે. આમ, ગુનાની ગંભીરતા જાણી, વિચારી, સમજીને અને પરિણામો વિષે પણ જાણકાર હોવા છતાં તેમાં ભાગ લીધો હોવાના આરોપો સાબિત થયા છે. ફાંસીની સજા મેળવનારા આરોપીઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ છે, પણ આવા ગંભીર ગુનામાં આ સજા સિવાય અન્ય વિકલ્પ જણાયો નથી તેમ પણ હાઈકોર્ટે નોંધ્યું હતું.
બચાવ પક્ષની એવી પણ એક દલીલ હતી કે આ તમામ આરોપીઓ ભારતના જ નાગરિક છે અને તેઓ કોઈ ગુનાઈત ભૂતકાળ ધરાવતા નથી. આ સંદર્ભમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે,આરોપીઓની આ હકીકત ધ્યાને લેવામાં આવી છે પણ સભાનપણે દેશવિરોધી પ્રવૃત્તિમાં ભાગ લેવાના ગંભીર ગુનાને નજરઅંદાજ કરી ન શકાય.
- તમામ છ આરોપીને પોટા કોર્ટે ફટકારેલી સજા બહાલ રહી
- આદમ અજમેરી (ફાંસી): હુમલાખોરોને અક્ષરધામથી પરિચિત કરાવ્યા,રેકી કરી
- શાનમિયાં ઉર્ફે ચાંદ ખાન સજ્જાદખાન (ફાંસી): બંને હુમલાખોરોને સ્ટેશનેથી શાહપુરના ઘરે લઈ ગયો. ગાડીમાં હથિયારો મૂકી આપ્યા.
- મુફ્તી અબ્દુલ કય્યુમ મન્સુરી (ફાંસી): તમામને દરિયાપુરમાં જેહાદની નમાઝ પઢાવી. તેની પાસેથી ઉશ્કેરણીજનક ચિઠ્ઠી પણ મળી
- મોહમ્મદ સલીમ શેખ (આજીવન કેદ) : ષડયંત્રના નાણાં ભારતમાં આવી ગયા તે પછી તમામ વ્યવસ્થા કરી હતી.
- મૌલવી અબ્દુલમિયાં કાદરી (૧૦ વર્ષની કેદ) : જેહાદની નમાઝ પઢાવી.
- અલ્તાફ હુસેન શેખ (૫ વર્ષની કેદ) : જેદ્દાહમાંથી હુમલા માટે જરૃરી નાણાં ભંડોળ એકત્રિત કરવાની જવાબદારી નિભાવી
ઘટનાક્રમ
- ૨૪/૨૫-૯-૨૦૦૨ : સાંજે પોણા પાંચથી સવારે પોણા સાત સુધી બે હુમલાખોરોનો ઓટોમેટિક હથિયારો, હેન્ડ ગ્રેનેડ સાથે હુમલા. હુમલાખોરો NSGના ત્રણ કમાન્ડો સહિત ૩૩નાં મોત, ૭૦થી વધુ ઘાયલ
- ૨૯-૮-૨૦૦૩ : હુમલા સાથે સંકળાયેલી ૫ વ્યક્તિ ઝડપાઈ. પૂછપરછ બાદ એકને રિયાધથી ઝડપી લેવાયો.
- ૧-૭-૨૦૦૬ : ખાસ પોટા જજ સોનિયાબેન ગોકાણીએ ત્રણને ફાંસી, અન્ય ત્રણને અનુક્રમે આજીવન કેદ, દસ વર્ષ અને પાંચ વર્ષની સજા ફટકારી.
- ૧૨-૯-૨૦૦૬ : તમામે સજાને હાઈકોર્ટમાં પડકારી.
- ૨૪-૩-૨૦૦૭ : અપીલ પર સુનાવણીનો આરંભ
- ૨૫-૪-૨૦૦૮ : સુનાવણી પૂર્ણ થઈ. ચુકાદો અનામત રાખ્યો.
- ૧૧-૧૨-૨૦૦૯ : બે આરોપીએ ચુકાદો ક્યારે જાહેર થશે તેની પૃચ્છા સાથે અરજી કરી
- ૧-૬-૨૦૧૦ : ચુકાદો અનામત રહ્યાના ૨૬ મહિના બાદ હાઈકોર્ટે સજા બહાલ રાખી.
વોન્ટેડ આરોપીઓ
૧ ઐયુબ ઉર્ફે ડોક્ટર-૧ (રહે.હૈદરાબાદ)
૨. ફારૃક મહમંદહનીફ શેખ(રહે. સુએદી, સાઉદી અરેબીયા. મુળ કાલુપુર)
૩. અબ્દુલરશીદ સુલેમાન અજમેરી(રહે. રીયાધ, સાઉદી અરેબીયા, મુળ શાહપુર)
૪. મહમંદ ઉવેશ કાદરી (રહે. રીયાધ, સાઉદી અરેબીયા, મૂળ કાલુપુર)
૫. જાહીદ એડવોકેટ (રહે. અમદાવાદ,
૬. એક અજાણ્યા રીક્ષાવાળો
૭. એક અજાણ્યા માણસ (રહે. ભરૃચ)
૮. મજીદભાઇ પટેલ (વોરા) (રહે.રીયાધ, મૂળ ભરૃચ)
૯. ઇકબાલ પટેલ( રહે.રીયાધ, મૂળ ભરૃચ)
૧૦. ગુલામલહેરી (રહે.જીદ્દાહ મૂળ ભરૃચ)
૧૧. મુસ્તકીમ (રહે. સીફા, સાઉદી અરેબીયા, મૂળ મુંબઇ)
૧૨. અખ્તરહુસેન (રહે.ઉત્તર પ્રદેશ)
૧૩. મૌલવી ફરહદઉલ્લા ઘોરી (ઉર્ફે અબુ સુફીયાન(રહે.રીયાધ, મૂળ હૈદરાબાદ)
૧૪. શૌકતઉલ્લા ઘોરી (રહે. રીયાધ, મૂળ હૈદરાબાદ)
૧૫. અબ્દુલરહેમાન ઉર્ફે અબુતલાહ ઉર્ફે ખાલીદ (રહે. જિદ્દાહ, સાઉદી અરેબીયા, મૂળ હૈદરાબાદ)
૧૬. અબુહ હમઝા (રહે. રીયાધ, મૂળ હૈદરાબાદ)
૧૭. અબુહ હુઝેફા (રહે. કરાચી, મૂળ ઉત્તર પ્રદેશ)
૧૮. અબ્દુલ્લાશાહ મઝહર (શાહજી) (રહે.કરાચી)
૧૯. કારી મન્નાન મૌલવી(રહે. રીયાધ)
૨૦. કારી અબ્દુલઝમીલ (રહે. રીયાધ)
૨૧. કારી શરીફ (રહે. સાઉદી અરેબીયા)
૨૨. યાસીન (રહે.જમ્મુ-કાશ્મીર)
૨૩. મુસ્તાક (રહે. મીર બજાર, અનંતનાગ, કાશ્મીર)
૨૪. સરતાજ (રહે. કાઝી કુંડ કાશ્મીર)
૨૫. કામીલ (રહે. મુરાદાબાદ)
૨૬. શાકીર (રહે. સંબલ)

No comments:
Post a Comment