સિંગુરથી સાણંદ ખસેડાયેલા નેનો પ્લાન્ટનું સાણંદ ખાતે આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ટાટાના ચેરમેન રતન ટાટાના હસ્તે નેનો પ્લાન્ટનું ધમાકેદાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના અન્ય મહાનુભાવોમાં ઊર્જામંત્રી સૌરભ પટેલ, નાણામંત્રી વજુભાઈ વાળા, મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં હતાં.
ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું કે જ્યારે “હું મુખ્યમંત્રીના આમંત્રણના પગલે અહીં પહેલી વાર આવ્યો હતો. ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે જો નેનો પ્લાન્ટ ગુજરાતમાં ન હોય તો હું મૂર્ખ ગણાઈશ. જો કે હવે સાણંદમાં પ્લાન્ટ નાંખી દીધો છે તેથી હું મૂર્ખ રહ્યો નથી.”
મુખ્યમંત્રી મોદીએ ગુજરાતમાં નેનો પ્લાન્ટના ઉદ્ઘાટન સંદર્ભે કહ્યું હતું કે 20મી સદીમાં ફોર્ડ કંપનીએ કારની દુનિયામાં ક્રાંતિ આણી હતી જે હવે ટાટા નેનો દ્વારા કરશે. સાણંદ ખાતેના નેનો પ્લાન્ટના ઉદ્ઘાટનથી દરેક સામાન્ય પરિવારનું કારનું સ્વપ્ન હવે પૂરું થઈ શકશે.”
મોદીના હસ્તે ઉદ્ઘાટન
સાત વર્ષ અગાઉ આમઆદમી માટે વ્યાજબી કિંમતે કાર ઉપલ્બધ કરાવવાનું સ્વપ્ન સેવનારા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા અને નરેન્દ્ર મોદીના હસ્તે નેનો પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું કે 20મી સદીની શરૂઆતમાં ફોર્ડે જે ક્રાંતિ સર્જી હતી તેનું રતન ટાટા દ્વારા નિર્મિત સ્મોલકાર નેનો દ્વારા પુનરાવર્તન થયું છે.
ગુજરાતના મુખ્યમંત્રીના આમંત્રણને માન આપીને જ્યારે હું પ્રથમવખત અહિં આવ્યો ત્યારે મને એમ જણાવામાં આવ્યું હતું કે જોઆ પ્લાન્ટ ગુજરાતમાં ન સ્થપાય તો તે મોટી મુર્ખામી સાબિત થશે. મેં આ વાત માની ગુજરાતમાં રોકાણ કરીને શાણપણ દાખવ્યું છે તેમ રતન ટાટાએ પ્લાન્ટના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું હતું.
બે હજાર કરોડના ખર્ચે પ્લાન્ટ ઉભો કરાયો
અમદાવાદની નજીક સાણંદ ખાતે આવેલો ટાટા મોટર્સનો આ પ્લાન્ટ 1100 એકર જમીનમાં ફેલાયેલો છે જેને 2000 કરોડના ખર્ચે ઉભો કરવામાં આવ્યો છે. આ અગાઉ નેનોના ઉત્પાદન માટે ટાટા દ્વારા પશ્ચિમ બંગાળના સિંગુર પ્રદેશને પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં જમીન હસ્તાંતરણના મુદ્દે સ્થાનિક લોકો દ્વારા લોહિયાળ વિરોધ થતા તેને પોતાનો પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે સિંગુર પ્લાન્ટ પાછળ ટાટા મોટર્સે 1000 કરોડનું રોકાણ કર્યું હતું અને પછી તેને બંધ કરવાનો વારો આવ્યો હતો.
રોજની ઉત્પાદન ક્ષમતા 700 કારની
સાણંદ ખાતેના નેનો પ્લાન્ટની રોજની ઉત્પાદન ક્ષમતા 700 કારની હશે અને વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.5 લાખ કારની હશે, જેને 5 લાખ સુધી લઇ જવાનો ધ્યેય નક્કી કરાયો છે. જો કે નેનોનું પાઇલોટ કોમર્શિયલ પ્રોડક્શન સાણંદ પ્લાન્ટમાં પહેલેથી જ શરૂ થઇ ચૂક્યું છે. આ ઉપરાંત નેનોનું યુરોપિયન વર્ઝન માર્ચ 2009ના રોજ જીનિવા ખાતે ખુલ્લું મુકાયું હતું.
રતન ટાટા સાથેની પ્રેસકોન્ફરન્સ રદ
સાણંદ ખાતે નેનો પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ બપોરે 3.00 વાગ્યાના સુમારે રતન ટાટા સાથે પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફકન્સમાં દુનિયાભરના અંદાજે 300 થી વધુ પત્રકારો ભાગ લેવાના હતા, પ્લાન્ટની એક ખુલ્લી જગ્યામાં મંડપ બાંધીને પ્રેસ કોન્ફરન્સ માટે જગ્યા ઉભી કરાઇ હતી. પરંતુ સાણંદ ખાતે વાવાઝોડું ફૂંકાતા મંડપ તૂટી ગયો છે. આથી રતન ટાટા સાથેની પ્રેસ કોનફન્સ રદ કરવામાં આવી છે અને પત્રકારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

No comments:
Post a Comment