ફિલ્મ ઉદ્યોગ માટે ગુજરાત હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા બે વર્ષમાં અનેક ફિલ્મ જગતની હસ્તિઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે આવી ચૂકી છે. આવતીાકલે ગુરુવારે અજય દેવગણ તેમની ફિલ્મ સરાજનીતિના પ્રમોશન માટે અમદાવાદ આવી રહ્યા હોવાથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પણ તેમણે એપોઇન્ટમેન્ટ લીધી છે.
ફિલ્મોના પ્રમોશન અને મૂડીરોકાણ માટે બોલીવૂડને ગુજરાતનું આકર્ષણ
ફિલ્મ ઉદ્યોગ માટે ગુજરાત વઘુ કમાણી આપતું રાજ્ય છે. ગુજરાતમાંથી કરરાહતો મેળવી જેટલા નાણાં ગુજરાત બહાર લઇ જાય છે તેટલો ફાયદો ફિલ્મ ઉદ્યોગ ગુજરાત અને ગુજરાતી કલાકારોને કરાવી આપતો નથી. અત્યાર સુધીમાં દેવાનંદ, અનુપમખેર, શત્રુધ્નસિંહા, અમિતાભ બચ્ચન, સંજય દત્ત, પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી, અનિલ કપુર, નિરજ વોરા, કેતન દેસાઈ, સુભાષ ધાઈ, મનોજ જોષી વગેરેએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કર્ટસી વિઝીટ કરી છે. આવતીકાલે અજય દેવગણ અમદાવાદ આવી રહ્યા હોઈ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે.
ચાર્ટર વિમાનમાં દેવગણની એન્ટ્રી
અજય દેવગણ આજે બપોરે બે વાગે મુંબઇથી ચાર્ટર વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેની જાણ એરપોર્ટ પર આવેલા મુસાફરો અને તેમના સગાં-સંબંધીઓને થતાં તુરત જ ટોળાં ભેગા થઇ ગયા હતા. તેઓ એરપોર્ટથી ગાંધીનગર આવીને પરત જઇ રહ્યા હતા ત્યારે સચિવાલયના પ્રાંગણમાં પણ કર્મચારીઓ, મુલાકાતીઓનું ભારે મોટું ટોળું ભેગું થઇ ગયું હતું. તેમની કાર આવવામાં વિલંબ થતાં ધક્કામૂક્કીથી બચાવવા સલામતી રક્ષકોએ તેમને ફરીથી સચિવાલયમાં પરત મોકલી દરવાજા બંધ કરી દીધા હતા.
લિફ્ટ ફોબિયા, દેવગણ પાંચ માળ ઊતર્યા
સચિવાલયમાં બ્લોક નંબર એકના પાંચમા માળે મુખ્યમંત્રીને મળવા માટે જ્યારે અજય દેવગણે લિફ્ટમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેમની સાથે આવેલા કેટલાક લોકો, અન્ય મુલાકાતીઓ પણ હતા. ત્યારે દેવગણના અન્ય સાથી બીજી લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા ત્યારે તેમણે ફોડ પાડયો કે દેવગણને લિફ્ટ ફોબિયા છે. તેઓ સામાન્ય રીતે લિફ્ટમાં એકલા હોય તેમ ઇચ્છતા હોય છે. આ સ્થિતિનું પુનરાવર્તન ન થાય ત્યારે તેઓ જ્યારે બહાર નીકળ્યા ત્યારે તુરત જ લિફ્ટ તરફ જવાને બદલે પગથિયા ઉતરતાં ઉતરતાં જ પત્રકારો સાથે વાતચીત કરી હતી.
No comments:
Post a Comment