Tuesday, June 29, 2010

રાજપથ ક્લબ : દાણી ગ્રુપ નો વિજય

અમદાવાદની રાજપથ ક્લબના ‘વહીવટ’ પર કબજો જમાવવા ખેલાયેલાં ભીષણજંગમાં સત્તાધારીઓ સામે પડેલાં એન.જી.પટેલે ભારે આક્ષેપો કર્યા પરંતુ ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેમના જૂથના ઉમેદવારોની નિયત અને નીત્તિમત્તાની વાતોની પોલ ઉઘાડી પડી ગઈ હતી. આજે જાહેર થયેલાં પરિણામોમાં વર્તમાન પ્રમુખ પરેશ દાણી પેનલનો ૨૪ બેઠકો સાથે ભવ્ય વિજય થયો હતો. જ્યારે સામા જૂથના એન.જી. પટેલ ગ્રૂપને માત્ર ૬ બેઠકો પ્રાપ્ત થઇ હતી. સૌથી વધુ ૩૮૬૧ મત સાથે પરેશ દાણી ચૂંટાઇ આવ્યા હતા. ગઇકાલે મોડી રાતથી જ એન.જી. પટેલ ગ્રૂપના મોટાભાગના ઉમેદવારો ગુમ થઇ ગયા હતા.

ચૂંટણીમાં કુલ ૫૯૧૪ મતદારોએ મતદાન કર્યું હતું. જોકે તેમાંથી ૨૧૦ મત રદ બાતલ થયા હતા. તેથી વેલીડ વોટની સંખ્યા ૫૭૦૪ રહી હતી. પરેશ દાણી પેનલના ૨૪ ઉમેેદવારો વિજયી બન્યા હતા. જયારે છ સભ્યોની હાર થઇ હતી. તે પૈકી ચાર સભ્યો જૂની કારોબારીમાં હોદ્દો ધરાવતા હતા જેમાં રામચંદ્ર પટેલ, નિલેશ શાહ, સંદીપ બ્રહ્મભટ્ટ તથા નૈમેષ પટેલનો સમાવેશ થાય છે જ્યારે પેનલના નવા બે હારેલા ઉમેદવારોમાં શૈલેષ ખટ્ટર તથા એડવોકેટ પરેશ પટેલનો સમાવેશ થાય છે.

ૂબપોરે એક તબક્કો એવો આવ્યો હતો કે પરેશ દાણી પેનલના વધુ બે ઉમેદવારો આગળ રહ્યા હતા અને દાણી પેનલના કુલ ૨૬ ઉમેદવારો જીતે તેવી પણ શકયતા ઉભી થઇ હતી. પરંતુ ગણતરી આગળ વધતાં સ્થિતિ બદલાઇ હતી. જો કે દાણી પેનલના ઉમેદવારો અને તેના ટેકેદારોનો ભરપૂર આત્મવિશ્વાસથી છલકાતા રહ્યા હતા.

ગઇકાલે મોડી રાતે લગભગ સાડા અગિયાર વાગ્યા બાદ મત ગણતરીનો પ્રારંભ કરાયો હતો. જેમાં સૌપ્રથમ ૩૦થી વધુ કે ૩૦થી ઓછા મત આપનારા મતદારોના મત રદબાતલ કરાયા હતા. ત્યાર બાદ ગણતરીની કામગીરી શરૃ કરાઇ હતી. જોકે અહીં કાફેટેરિયાની અને સતત ચા- કોફીની વ્યવસ્થા કરાઇ હતી. મોટાભાગના ટેકેદારો અવારનવાર નાસ્તાની જયાફત ઉડાવીને તેમજ ચા- કોફીના ડોઝ લગાવીને સવાર સુધી ગાડું ગબડાવતા રહ્યા હતા. જેમાં યુવા કલબ મેમ્બરો ઉપરાંત મહિલાઓની સંખ્યા પણ સવિશેષ હતી.

બંને ગ્રૂપના ઉમેદવારોને બે કલાક બાદ ખ્યાલ આવી ગયો હતો કે, પેનલ ટુ પેનલ વોટિંગ થવા પામ્યું નથી. તેથી ત્રણ ટેબલો ઉપર આગળ નીકળી જનારો ઉમેદવાર અન્ય પાંચ ટેબલો ઉપર પાછળ રહેતો હતો. રાતે અંદાજ હતો કે, સવારના છ વાગ્યા સુધી પરિણામો આવી જશે પરંતુ સવારના છ વાગ્યાના બદલે બપોરના બાર સુધી પણ પરિણામ નહિ આવતાં લોકોની ઇંતેજારી પણ વધતી રહી હતી.

સમગ્ર શહેરમાં રાજપથની ચૂંટણી અને આજે તેના પરિણામોની બાબત જ ટોક ઓફ ધ ટાઉન રહેવા પામી હતી. પરિણામો જાણવા માટે લોકો  મીડિયા કચેરીઓમાં તેમજ રાજપથ કલબ ઉપર તેમજ ઉમેદવારોના ટેકેદારો ઉપર સતત ટેલિફોન કરતા રહ્યા હતા.

પરેશ દાણી પ્રમુખ-જે.બી.પટેલ સેક્રેટરી

રાજપથ કલબની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તે જ ડાયમન્ડ હોલમાં પરેશ દાણીના અધ્યક્ષપદે ક્લબની એજીએમની બેઠક આજે યોજાઇ હતી. જેને પગલે સમગ્ર વિસ્તાર ફટાકડાઓના અવાજથી ધણધણી ઊઠયોે હતો. એજીએમમાં જેમ જેમ પરિણામો જાહેર કરાતા હતા તેમ તેમ સભ્યો દ્વારા ભારે ચિચિયારીઓ અને તાલીઓના ગડગડાટ વચ્ચે તેને વધાવી લેવાતા હતા. જોકે એન.જી. ગ્રૂપના ઉમેદવારોના નામો જાહેર થયા ત્યારે કોઇ જ તાલીઓ કે ચિચિયારીઓ પડી નહોતી તે પણ નોંધપાત્ર બાબત હતી.

આ પ્રસંગે પ્રમુખ પરેશ દાણીએ ક્લબની યુવા શક્તિને વખાણીને તેમને અનુલક્ષીને ક્લબમાં અનેકવિધ એકેડેમિક પ્રવૃત્તિઓ પણ શરૃ કરવાની અને   કાર્રિકર્દીના પંથે આગળ વધી શકે તે માટે અનેકવિધ પગલાં ભરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત આગામી સમયમાં કલબના સભ્યોની સંમતિથી કલબ દ્વારા ભવ્ય રિસોર્ટ શરૃ કરવાની પણ વિચારણા હોવાનું તેમણે જણાવ્યું હતું.ઉપરાંત કલબના માઇનોર સભ્યોને મેજર સભ્ય બનવા માટે ઇન્સ્ટોેલેશન દ્વારા રકમ ભરપાઇ કરી શકે તે દિશામાં પગલાં ભરવાની તેમજ મેમ્બરશિપ ફી ઝીરોે કરવાની શક્યતાઓ પણ તપાસવાની તેમને હાલને તબક્કે ખાતરી આપી હતી.

No comments:

Post a Comment