Tuesday, June 15, 2010

પોલીસ : અમદાવાદ શહેર માં આતંગાવાદી ઘુસ્યાની મોકડ્રીલ

અમદાવાદ શહેરમાં આતંકવાદી ઘૂસી ગયા હોય તો પોલીસ શું પ્રતિક્રિયા આપે..? જો આ સવાલનો જવાબ આપવો કેટલીક ક્ષણોમાં આપણા જેવા સામાન્ય માણસો માટે આટલો મુશ્કેલ હોય તો પોલીસ માટે તો કેટલો મુશ્કેલ કહેવાય..?

જ્યારે આતંકવાદી આવી ચઢે ત્યારે પોલીસે કેવી પ્રતિક્રિયા આપવી જોઇએ અને કેવા પગલાં લેવા જોઈએ તેના માટે અમદાવાદ પોલીસે આજે એક મોટી મોકડ્રીલ આયોજિત કરી હતી. ખાલી કાટ્રીજ અને રબરની બૂલેટ સાથે પોલીસે આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પાસે એક જોરદાર મોકડ્રીલ કરી હતી.

જોકે, પોલીસની આ મોકડ્રીલના કારણે સમગ્ર શહેરમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે જોરદાર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ધંધા રોજગાર અને નોકરીએ જનારા લોકોને ભારે હાલાકની સામનો કરવો પડ્યો હતો.

મોબાઇલ અને ટેલિફોન સંચારના એટલા સશકત માધ્યમો થઈ ગયા છે કે પોલીસની મોકડ્રીલના પગલે અફવાઓના પડીકા પણ શહેરમાં ફરવા લાગ્યા હતા. લોકો અખબારોની કચેરીઓમાં ફોન કરીને પૂછવા લાગ્યા હતા કે શું કોઈ આતંકવાદી હુમલો થયો છે..?

જોકે, થોડી જ વારમાં આ સમગ્ર મામલો પોલીસની મોકડ્રીલ હોવાનું જાણમાં આવતાં ઉત્તેજના થોડી શમી હતી, છતાં શહેરમાં વાતાવરણ ઉત્તેજિત ભાસતું હતું.

No comments:

Post a Comment